
Odhav Plastic Factory Fire Accident: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 4 દિવસ પહેલા મધરાતે એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં આગની ઝપેટમાં આવી જવાથી એક કર્મચારીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસ બાદ ઓઢવ પોલીસે કંપનીના માલિક પિતા-પુત્ર સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તપાસમાં સામે આવ્યું છે કે, કંપનીમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો નહોતા અને કટોકટીના સમયે બહાર નીકળવા માટે ઈમરજન્સી એક્ઝિટ ગેટ કે અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો ન હોવાથી કર્મચારી આગમાં ફસાઈ ગયો હતો અને તેનું કરુણ મોત થયું હતું.
ઓઢવમાં ફાયર સ્ટેશન પાછળ આવેલી 'અંબિકા પ્લાસ્ટિક' કંપનીમાં પ્લાસ્ટિકના ગઠ્ઠા કાપવાની મજૂરી કરતા આધેડે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nvQLF4a
No comments:
Post a Comment