મહેમદાવાદની સોસાયટીમાં મોબાઈલ ટાવરના વિરોધમાં હાઇકોર્ટમાં પિટિશન - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 2 July 2019

મહેમદાવાદની સોસાયટીમાં મોબાઈલ ટાવરના વિરોધમાં હાઇકોર્ટમાં પિટિશન


મહેમદાવાદ, તા. 2 જૂલાઈ, 2019, મંગળવાર

મહેમદાવાદ શહેરની ગીતાંજલી સોસાયટીમાં નાખેલા એક ખાનગી કંપનીના મોબાઇલ ટાવર સામે સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો છે.તેમજ હાઇકોર્ટમાં મોબાઇલ ટાવર દુર કરવા અંગેની પીટીશન કરવામાં આવી છે.ઉપરાંત અરજદારે તે માટે જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે.

મહેમદાવાદ શહેરની ગીતાંજલી સોસાયટીમાં થોડા દિવસો અગાઉ ખાનગી કંપનીએ સર્વે નં-૪૪૨ખેતીલાયક જમીનમામોબાઇલ ટાવર ઉભો કર્યો છે.જેનો વિરોધ સોસાયટીના રહીશોએ કર્યો છે.સોસાયટીને અડીને આવેલ જમીનમાં મોબાઇલ ટાવર ઉભો કરવામાં આવ્યો છે.


જેથી અરજદારે ઉચ્ચ અધિકારીઓને મોબાઇલ ટાવર ખસેડવા અંગે લેખિતમાં રજૂઆત કરી છે.અને અરજીમાં જણાવ્યુ છે કે મોબાઇલ ટાવર ના કારણે અનેક ગંભીર બિમારીઓ થઇ શકે છે.ઉપરાંત મોબાઇલ રેડીએશનથી રોગ પ્રતિકારક શક્તિને નુકસાન, માથુ દુખે, ચક્કર આવે તેમજ ઉંધ ન આવવાને કારણે યાદશક્તિ ઓછી થવાની શક્યતાઓ છે.સાંધામાં દુઃખાવો થાય,શરીર પર ખંજવાળ આવે,પક્ષીઓને મોટા પાયે ટાવરના તરંગોની સીધી આડઅસર થાય છે.

તેમજ મોબાઇલ રેડીયેશનના કારણે આવી અનેક બિમારીઓ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના વિભાગના એક રીપોર્ટમાં જણાવ્યુ હતુ કે ઘર કે કામના સ્થળેથી ૫૦ મીટરની અંદર મોબાઇલ ટાવરના સંપર્કમાં આવતા હોય,તો તેની સીધી અસર માઇક્રોવેવમાં ૨૪ કલાક રહેવા જેટલી થતી હોય છે.

જેથી અમારી સોસાયટીની બાજુમાં જ મોબાઇલ ટાવર નાખવામાં આવ્યો છે.જેને દુર કરવામાં આવે અને મોબાઇલ ટાવરની બાજુમાંથી જેટકોની હાઇવોલ્ટેજ વીજ લાઇન પસાર થાય છે.

અરજદારે મોબાઇલ ટાવર અંગે ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરી છે. આ અંગે જિલ્લા કલેકટર સુધીર પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ટુક સમયમાં હીયરીંગ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J7OXmh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages