કલોલ પાલિકાના બજેટ બોર્ડમા વિવાદ બન્ને વચ્ચે ચોપડા ખેંચ હરિફાઈ થઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 2 March 2019

કલોલ પાલિકાના બજેટ બોર્ડમા વિવાદ બન્ને વચ્ચે ચોપડા ખેંચ હરિફાઈ થઈ


- શાસક કોંગ્રેસે વોકઆઉટ કરતાં વિપક્ષ ભાજપે કાઉન્સિલરની અધ્યક્ષતામાં બોર્ડ ચલાવ્યું

કલોલ, તા. 1 માર્ચ 2019, શુક્રવાર

કલોલ નગરપાલિકામાં આજે મળેલા બજેટ બોર્ડમાં શાસક અને વિપક્ષ વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેમાં કોંગ્રેસ પક્ષના સદસ્યોએ બોર્ડ મુલત્વી રાખવાનું છે તેમ કહી વોકઆઉટ કર્યું હતું. જયારે વિપક્ષ ભાજપે જણાવ્યું હતું કે બોર્ડમાં કોંગ્રેસના ૧પ સદસ્યો હજાર હતા જ્યારે ભાજપના ૧૮ સદસ્યો હાજર હતા ઓછા સદસ્યો હોવાના લીધે કોંગ્રેસે વોકઆઉટ કર્યો હોવાના પણ આક્ષેપ થયા હતા. જો કે ત્યારબાદ વિપક્ષના ૧૮ સદસ્યોએ સભાખંડમાં હાજર રહી બોર્ડ ચલાવી દીધું હતું.

કલોલ નગરપાલિકાના સભાખંડમાં આજે નગરપાલિકાનું બોર્ડ મળ્યું હતું. જેમાં શાસક પક્ષ કોંગ્રેસના ૧પ સદસ્યો તેમજ ભાજપના ૧૮ સદસ્યો હાજર રહયા હતા. બોર્ડ શરૂ થયા બાદ કોંગ્રેસના સદસ્યોએ બોર્ડ મુલત્વી રાખવાનું છે તેમ કહેતા ભાજપના સદસ્યોએ તેનો વિરોધ કર્યો હતો. એક તબક્કે સભાખંડમાં ચોપડા ખેચ પણ થઈ ગઈ હતી. કોંગ્રેસના સદસ્યનું કહેવું હતું કે શહીદોના માનમાં કોંગ્રેસ પક્ષે અડાલજમાં યોજાનાર વિશાળ જનસંકલ્પ રેલી પણ મોકુફ રાખી હતી જેથી અમે આજે શહીદોના માનમાં બોર્ડ મુલત્વી રાખીએ છીએ તેમ કહી કોંગી સદસ્યોએ વોકઆઉટ કર્યો હતો.

જો કે ત્યારબાદ સભા ખંડમાં બહુમતીના જોરે વિપક્ષ ભાજપના સદસ્યોએ કાઉન્સિલર લવ બારોટના અધ્યક્ષ સ્થાને બોર્ડ ચલાવ્યું હતું.  જેમાં ઝીરો નંબરમાં ૯૪ અને ૯પ નંબરનો ઠરાવ નામંજુર કરી બાકીના મંજુર કર્યા હતા. તેમજ ૧ નંબરનો મુદો પણ મંજુર કર્યો હતો. તથા મુદ્દા નં.ર, ૩ અને ૪ નામંજુર કર્યા હતા. તથા પ નંબરના મુદ્દામાં અધ્યક્ષસ્થાનેથી કોઈ કામ થયેલ નથી. ત્યારે નગરપાલિકામાં થયેલા આ હંગામાએ આજે રાજકીય ગરમાવો લાવી દીધો હતો. શહીદો માટે બે મીનીટ મૌન પાળ્યા બાદ કોંગ્રસે સભા મુલત્વી રાખવાનું કહયું હતું. ત્યારે ભાજપે કોંગ્રેસના સાત જેટલા સદસ્યો ગેરહાજર હોવાથી બોર્ડ મુલત્વી રાખવાનું કહયું હતું તેવા પણ આક્ષેપો કર્યા હતા.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SB6chd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages