
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 05 ફેબ્રુઆરી 2019, મંગળવાર
સલમાન ખાન મુંબઇના બાંદરા વિસ્તારમાં ગેલેક્સી આપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે. મુંબઇમાં બંગલો ખરીદી શકે તેમ હોવા છતાં તે ખરીદતો નથી અને નાનકડા ઘરમાં રહે છે. સલમાનના પિતા સલીમ ખાન પોતાનું ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવા તૈયાર ન હોવાથી સલમાન પણ માતા-પિતા સાથે જ રહે છે.
'' મારા દીકરા સલમાન માટે મુંબઈમાં બંગલો ખરીદવો એ ડાબા હાથનો ખેલ છે, પરંતુ તે મારા માટે આમ કરતો નથી. તે મારા પ્રત્યેના સ્નેહ અન ેઆદરને કારણે અમારીસાથે ગેલેક્સી અપાર્ટમેન્ટમાં રહે છે. સલમાને મને ઘણી વખત બંગલો અથવા તો પેન્ટહાઉસ ખરીદવાની વાત કરી છે. પરંતુ હું ગેલેક્સી અપાર્ટમેન્ટમાં ૧૯૭૩થી રહું છું. મને હવે અન્ય કોઇ ઘરમાં રહેવા જવાની ઇચ્છા નથી. તેથી સલમાન પણ અમારી સાથે રહી રહ્યો છે. હું જાણું છું કે, મારો પુત્ર મોટા ઘરમાં આરામથી રહી શકશે.
તે બીચારો એક અપાર્ટમેન્ટમાં મુશ્કેલથી પોતાનો સમાવેશ કરી રહ્યો છે. જેમાંથી તેણે અડધા ભાગમાં તો જીમ બનાવ્યું છે. અડધામાં તેના જોડા-કપડા તેમજ તે રહે છે. તે મારા માટે જેમતેમ મેનેજ કરી રહ્યો છે, તેમ સલમાનના પિતા સલીમ ખાને જણાવ્યુ ંહતું.
તેણે વધુમાં કહ્યું હતુ કે, મારી કારકિર્દીની શરૂઆતમાં મેં ઘણો સંઘર્ષ કર્યો છે. ફિલ્મ 'ઝંઝીર'ની સફળતા બાદ હું ગેલેક્સીમાં રહેવા આવ્યો. ત્યારથી મને અહીં ફાવી ગયું છે. હું અહી રહેવા આવ્યો ત્યારે જ મેં વિચારી લીધુ હતું કે, હવેથી હું બીજા ઘરમાં રહેવા જઇશ નહીં.
સલમાન ખાન પરિવાર પ્રેમી છે. તેથી જ તે પોતાનું આ ઘર છોડીને મુંબઇમાં ક્યાંય રહેવાજતો નથી. તે મુંબઇમાં પ્રોપર્ટી ખરીદે છે, પરંતુ તેનો ઉપયોગ રહેવા માટે કરતો નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2SAryzc
No comments:
Post a Comment