લકઝરી બસમાં વિદેશી દારૂની ખેપ મારતો યુવાન ઝડપાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 6 August 2019

લકઝરી બસમાં વિદેશી દારૂની ખેપ મારતો યુવાન ઝડપાયો


ગાંધીનગર, તા. 06 ઓગસ્ટ 2019, મંગળવાર

ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ચંદ્રાલા પાસે ચિલોડા પોલીસે લકઝરી બસમાંથી વિદેશી દારૂની ર૩ બોટલ સાથે દ્રારકાના યુવાનને ઝડપી પાડયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ દ્વારા આ દારૂના જથ્થાને પકડવા માટે દોડધામ કરાઈ રહી છે ત્યારે શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર ચંદ્રાલા નાકા પાસે આજે સવારના સમયે ચિલોડા પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન મુસાફર ભવદીપસિંહ ભીખુભા જાડેજા રહે.ખીજદળ, દેવભુમિ દ્વારકાના થેલામાંથી પોલીસને વિદેશી દારૂની ર૩ બોટલો મળી આવી હતી. 

પોલીસે ૮૦૫૦ની કિંમતની આ દારૂની બોટલો કબ્જે કરી યુવાનની ધરપકડ કરી આ દારૂ કયાંથી લવાયો હતો અને કયાં લઈ જવાનો હતો તે જાણવા દોડધામ શરૂ કરી છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OH9J0J

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages