ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો 'લાંચિયો'?, ACBના આંકડા જોઈ ચોંકી જશો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 16 June 2026

ભ્રષ્ટાચારનો Exclusive ગ્રાફ: ગુજરાતમાં કયો સરકારી વિભાગ કેટલો 'લાંચિયો'?, ACBના આંકડા જોઈ ચોંકી જશો


Gujarat Acb Raid's Exclusive Story : ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો (ACB)ના સત્તાવાર વિશ્વસનીય સૂત્રો થકી મળેલા આંકડા અને જાણકારી અનુસાર એક ચિંતાજનક ચિત્ર જોવા મળ્યું છે. સરકારી કચેરીઓમાં સામાન્ય નાગરિકોના કામો માટે ટેબલ નીચેથી થતી આર્થિક લેવડદેવડ અટકવાનું નામ નથી લેતી. વર્ષ 2025ના વાર્ષિક અહેવાલથી લઈને 15 જૂન 2026 સુધીના તાજા આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો સ્પષ્ટ થાય છે કે, કાયદો અને વ્યવસ્થા જાળવનારો 'ગૃહ વિભાગ' અને સામાન્ય જનતા સાથે સીધો સંકળાયેલો 'મહેસૂલ તેમજ પંચાયત વિભાગ' ભ્રષ્ટાચારના મામલામાં મોખરે છે. સત્તાનો દુરુપયોગ, અપ્રમાણસર મિલકતો (DA) અને મસમોટી લાંચના છટકાઓ સાબિત કરે છે કે, વહીવટી તંત્રમાં ઉચ્ચ વર્ગ-1ના અધિકારીઓથી લઈને વર્ગ-3ના કર્મચારીઓ સુધી ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા ઉતરી ગયા છે.  વર્ષ 2025ના સમગ્ર ગાળા દરમિયાન ગુજરાતમાં કુલ 213 આર્થિક ગુનાઓ નોંધાયા હતા, જેમાં 174 સફળ ટ્રેપ અને 16 અપ્રમાણસર મિલકતોના કેસનો સમાવેશ થાય છે. આ ગુનાઓમાં વર્ગ-1 ના 13 ઉચ્ચ અધિકારીઓ સહિત કુલ 310 આરોપીઓ સામે કાયદાકીય સકંજો કસાયો હતો, અને અંદાજે રૂ.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rtVP3zM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages