થાણેમાં ફોરેસ્ટ ઓફિસરના સ્વાંગમાં બિલ્ડરો પાસેથી ખંડણી માંગનારાની ધરપકડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 27 April 2024

થાણેમાં ફોરેસ્ટ ઓફિસરના સ્વાંગમાં બિલ્ડરો પાસેથી ખંડણી માંગનારાની ધરપકડ


ફરિયાદો અને આરટીઆઈ એપ્લિકેશન પાછી ખેંચવા લાખો રૂપિયાની માગણી

મુંબઈ: થાણેમાં કથિત રીતે વનવિભાગના અધિકારીના સ્વાંગમાં બિલ્ડરોને ધમકાવીને કંડણી માંગનારા યુવકની પોલીસે ધરપકડ કરી છે.

સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને થાણે પોલીસ ક્રાઈમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાએ આરોપી પ્રસાદકુમાર ભાલેરાવને પકડીને વધુ તપાસ આદરી છે.

થાણેના શિળ ડાયઘર પરિસરમાં રહેતા બિલ્ડર નફીસ અહમદ સિદ્દીકીની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપી પ્રસાદકુમાર ફોરેસ્ટ ઓફિસર હોવાનો દાવો કરતો હતો. ફરિયાદી અને અન્ય બિલ્ડરના બાંધકામ બાબતે તે વન વિભાગની ઓફિસમાં ફરિયાદ કરી અને માહિતીના અધિકારને દુરુપયોગ કરતો હતો. બિલ્ડરોનો બાંધકામો વિશે ફરિયાદ કરી તે ખંડણી માગતો હતો.

આરોપી પ્રસાદ કુમારે ફરિયાદી અને અન્ય બિલ્ડર પાસે ફરિયાદો અને આરટીઆઈ અરજીઓ પાછી ખેંચવા વન ટાઈમ સેટલમેન્ટ તરીકે રૂા.૭.૬૦ લાખની ખંડણી માગી હતી.

પરંતુ બિલ્ડરની ફરિયાદ બાદ પોલીસની ટીમે છટકું ગોઠવ્યું હતું. આરોપી પ્રસાદ કુમારને શિળગાવ ખાતે ખાન કમ્પાઉન્ડમાં ખંડણીના રૂા.૫.૬૦ લાખની સ્વીકારતી વખતે રંગે હાથ પકડી લેવામાં આવ્યો હતો.

આ સંબંધમાં ૨૫ એપ્રિલે શીળ-ડાયઘર પોલીસ સ્ટેશનમાં કલમ ૩૮૪, ૩૮૫, ૩૮૭, ૧૭૦ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/FIcsAtD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages