મણિનગરમાં શાળાના નિવૃત્ત ક્લાર્કે બેન્કની લિંક ઓપન કરતા ખાતામાંથી ૪૯ હજાર ઉપડી ગયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday 28 April 2024

મણિનગરમાં શાળાના નિવૃત્ત ક્લાર્કે બેન્કની લિંક ઓપન કરતા ખાતામાંથી ૪૯ હજાર ઉપડી ગયા

અમદાવાદ,રવિવાર

સોશિયલ  મિડિયાના સદ્ઉપયોગની સાથે સાથે દૂર ઉપયોગ વધુ થઇ રહ્યો છે.  સાઇબર ગઠિયા દ્વારા લોકો સાથે ઓન લાઇન છેતરપીંડી કરવા અવ નવી યુકિતઓ અપનાવામાં આવી રહી છે. મણિનગરમાં રહેતા શાળાના નિવૃત્ત ક્લાર્કને લિંક મોકલીને સાઇબર ગઠિયાએ તેમના ખાતામાંથી રૃા. ૪૯ હજાર કાઢી લીધા હતા. આ બનાવ અંગે મણિનગર પોલીસે છત્તીગઢના આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એસબીઆઇ બેન્કના રિવોર્ડ પોઇન્ટ રૃા. ૫૪૯૯ રીડીમ કરવાનો છેલ્લો દિવસ છે લોગ ઇન નહી કરો તો પોઇન્ટ જતા રહેશે મેસેજ આવ્યો હતો

મણિનગરમાં રહેતા વૃદ્ધે મણિનગર પોલીસ સ્ટેશનમાં છત્તીગઢના અજાણ્યા મોબાઇલ ધારક સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૪ જાન્યુઆરીના રોજ તેમના મોબાઇલ ઉપર એસબીઆઇ બેન્કના રિવોર્ડ પોઇન્ટ રૃા. ૫૪૯૯ રીડીમ કરવાનો છેલ્લો દિવસ છે આજે લોગ ઇન નહી કરો તો પોઇન્ટ જતા રહેશે તેવો મેસેજ આવ્યો હતા જેને લઇને વૃધ્ધે લોગ ઓન કરતાની સાથે જ તેમના બેન્ક ખાતામાંથી રોકડા રૃા. ૪૯,૪૦૦  ઉપડી ગયા હતા જેથી વૃધ્ધે બેન્કમાં જાણ કરીને ખાતું ક્લોઝ કરાવી દીધું હતું. ત્યારબાદ પણ ગઠિયાઓ મેસેજ કરીને ફરીથી છેતરવા પ્રયાસ કરતા હતા. આ ઘટના અંગે મણિનગર પોલીસે છત્તીગઢના આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/rp2BYZH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages