બોપલમાં પત્નીના પ્રેમીએ ઘરમાં આવી પતિને માર મારી ધમકી આપી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday 6 March 2019

બોપલમાં પત્નીના પ્રેમીએ ઘરમાં આવી પતિને માર મારી ધમકી આપી

મારે તારી પત્ની સાથે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ છે, જો તું આડો

આવીશ તો જાનથી મારી નાંખીશ કહીને ઢોર માર માર્યો

અમદાવાદ, તા. 5 માર્ચે, 2019, મંગળવાર

પતિ-પત્ની ઔર વો જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોપલમાં રહેતા વેપારી યુવકને પોતાની પત્નીના પ્રેમીએ ઘરમાં આવીને મારમારીને ધમકી આપી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિને જોઇને પત્નીએ મોબાઇલ ફોન કટ કરતાં પ્રેમ સબંધનો ભાંડો ફૂટયો હતો, પ્રેમિકાના પતિને પ્રેમીએ ઢોર મારતાં મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો.

આ કેસની વિગત એવી છે, બોપલમાં રહેતા અને નવરંગપુરા વિસ્તારમાં કાપડનો વ્યવસાય કરતા યુવક બોપલ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે કે તા. ૩ના રોજ સાંજે સાત વાગે તેઓ ઘરે પહોચ્યા ત્યારે તેમની પત્ની કોઇક વ્યક્તિ સાથે ફોન પર વાતચીત કરતી હતી. પતિએ પૂછ્યુ કોની સાથે વાત કરે છે જેથી પત્નીએ કહ્યું કે મારો મિત્ર છે, તારે શુ કામ છેતે તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો, આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે તકરાર થઇ હતી.

જેથી પત્નીએ વસ્ત્રાપુરમાં રહેતા વિનયભાઇ.આર. સિંધી નામના યુવકને ફોન કરીને કહ્યું તું અહિયા આવ મારો પતિ મારી સાથે ઝઘડો કરે છે. વિનય સિંધી સાડા આઠ વાગે આવીને ગાળો બોલીને યુવક સાથે મારમારી કરી હતી. બુમાબુમ કરતાં સોસાયટીના રહિશો આવ્યા હતા પ્રેમીએ તેેઓ સાથે પણ મારામારી કરી હતી એટલું જ નહી વિનયે કહ્યું કે મારે તારી પત્ની સાથે ત્રણ વર્ષથી પ્રેમ સબંધ છે, જો તુ આડો આવીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

બીજીતરફ પત્નીએ પણ પ્રેમ સબંધની વાત સ્વીકારી હતી અને પતિને કહ્યું કે જો તુ મને રોકીશ તો તારી સામે ઘરેલું હિંસાનો કેસ કરીશ આ ઘટના અંગે બોપલ પોલીસે વિનય સિંધી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EOcDtK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages