અછતગ્રસ્ત કચ્છમાં ખેડૂતોએ આઠ લાખ ટન લીલા ચારાનું વાવેતર કર્યું! - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday 3 May 2019

અછતગ્રસ્ત કચ્છમાં ખેડૂતોએ આઠ લાખ ટન લીલા ચારાનું વાવેતર કર્યું!

ભુજ,ગુરૃવાર

કચ્છમાં ગત વર્ષે ચોમાસુ નિષ્ફળ રહેવાના લીધે ખરીફ અને રવિપાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો. તેવામાં કચ્છમાં અછતના વર્ષમાં પણ ઘાસચારાના વાવેતરમાં ઘટાડો થયો હતો  જેાથી પશુાધનને બચાવવા ઘાસચારાના વાવેતરમાં વાધારો કરવા તંત્ર દ્વારા અપીલ કરાતા અને ખેડૂતો દ્વારા પણ સ્વૈચ્છિક ઘાસચારાનું વાવેતર કરાતા વર્તમાન સમયમાં કચ્છમાં ૮ લાખ ટન જેટલો લીલો ઘાસચારો ઉત્પન્ન કરવામાં આવ્યો છે.

કચ્છ જિલ્લામાં પશુધનની સંખ્યા લાખોમાં હોવાના લીધે તેના નિભાવ માટે ઘાસચારો તેમજ પાણીની પ્રાથમિક જરૃરિયાત રહે છે.જો કે, ઓછા વરસાદના લીધે ચોમાસામાં ઘાસચારો પાકો તેમજ અન્ય પાકોનું વાવેતર ઓછુ થયેલ હતુ. તેવામાં રાજય સરકાર દ્વારા કચ્છ જિલ્લાને અછત ગ્રસ્ત જાહેર કરવામાં આવતા જિલ્લા કલેક્ટરથી માંડીને સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ અને પશુ નિભાવ કરતી સંસ્થાઓ દ્વારા પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો  વધુમાં વધુ ઘાસચારાનું વાવેતર કરે તેવા પ્રયત્નો કરવાની અપીલ કરાતા વર્તમાન સમયમાં કચ્છમાં ઘાસચારાના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ખેતીવાડી વિભાગ જિલ્લા પંચાયત દ્વારા રૃ.૧૮.૫૭ લાખની સહાયથી ૨૨૯૬ ઘાસચારા કિટનું વિતરણ કરવામાં આવેલ હતુ. ત્યારબાદ ખેતીવાડી વિભાગ ગાંધીનગર દ્વારા અછત અંગે આરકેવીવાય એએફડીપી હેઠળ ખાસ યોજના મંજુર કરી આ પ્રોજેકટ અંતર્ગત કુલ રૃ.૧૫૬.૬૫ લાખની ૧૪૪૩૦ વિનામુલ્યે ઘાસચારા કિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. તેમજ આત્મા યોજના કચ્છ દ્વારા રૃ.૧.૦૦ લાખની સહાયથી કુલ ૮૦૯ ઘાસચારા કિટ વિનામુલ્યે વિતરણ કરવામાં આવી હતી. સરહદ ડેરી દ્વારા પણ સભ્ય ખેડૂતોને કુલ ૧૦૦૦૦ કિટનું વિતરણ કરાયુ હતુ. ઉપરાંત જુદી જુદી સંસ્થાઓ દ્વારા પણ અમુક ટકા સહાયથી મકાઈ, બિયારણનું વિતરણ કરાયુ હતુ. અછત શાખા કલેકટર કચેરી દ્વારા લખપત તાલુકાના નરા ડેમ વિસ્તારમાં સ્વૈચ્છિક સંસ્થાઓ ઘાસચારા વાવેતરની પહેલ કરવામાં આવેલ છે. આવા તમામ પ્રયત્નો સામે કચ્છ જિલ્લામાં રવિ ઋતુ વર્ષ-૨૦૧૭-૧૮માં કુલ ૧૭૮૨૫ હેકટર ઘાસચારા વાવેતરની સામે રવિ ઋતુ ૨૦૧૮-૧૯માં કુલ ૩૬૯૯૨ હેકટર ઘાસચારાનું વાવેતર થયેલ હતુ. જેથી ગત વર્ષ કરતા ચાલુ અછત વર્ષમાં કચ્છ જિલ્લામાં ઘાસચારા વાવેતરમાં રવિ સીઝનમાં ૨૦૭%નો વધારો થયેલ છે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી શિહોરા દ્વારા જણાવાયુ હતુ.તેવી રીતે ઉનાળુ ૨૦૧૭-૧૮માં ૧૦૭૧૯ હેકટરની સામે ઉનાળુ ઋતુ ૨૦૧૮-૧૯માં ૧૬૨૭૭ હેકટર ઘાસચારા વાવેતર થયેલ છે. જે ગત વર્ષ કરતા અછત વર્ષમાં કચ્છ જિલ્લામાં ઘાસચારા વાવેતરમાં ૧૫૨%નો વધારો થયેલ છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GZeOf6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages