કાળઝાળ ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર રહો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 23 March 2019

કાળઝાળ ગરમીનો પ્રકોપ સહન કરવા તૈયાર રહો

મહેસાણા, તા. 20 માર્ચ 2019, બુધવાર

હોળીના દિવસથી જ ઉત્તર ગુજરાતમાં ઉનાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનો પ્રારંભ કર્યો છે. મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રીએ પહોંચ્યો છે અને લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી સેલ્સીયસ નોંધાયો છે. હવામાન વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો પ્રમાણે આગામી ૧૦ દિવસમાં આ પંથકમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા જણાય છે.

માર્ચના ત્રીજા સપ્તાહથી ઉત્તર ગુજરાતમાં ઉનાળાએ ધીમા પગલે પગપેસારો શરૃ કર્યો છે. અત્યાર સુધી  ઠંડા પવન અને ભેજવાળા વાતાવરણને કારણે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા હતા. જોકે હોળીના દિવસે આ પંથકમાં એકાએક હવામાને પલટો ખાધો છે અને ગરમીનો પારો ઉંચકાતા ગરમીનો ્અહેસાસ થઈ રહ્યો છે. બપોરના ગાળામાં તીવ્ર ગરમી અનુભવાઈ હતી. સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગરમીની શરૃાત થઈ હોવાના સંકેતો મળી રહ્યા છે.

બુધવારે મહેસાણા જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી, પાટણ જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી   અને લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી જ્યારે બનાસકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી તેમજ લઘુતમ તાપમાન ૧૭ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આગામી ૧૦ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં ક્રમશઃ ગરમીનો પારો ૪૦ ડિગ્રી સેલ્સીયસ સુધી પહોંચી જાય તેમ છે. જેના કારણે એપ્રિલ અને મે મહિનામાં ઉત્તર ગુજરાતના લોકોને ગરમીનો પ્રકોપ સહન કરવો ડે તેવા સંકેતો છે.

ગરમી શરૃ થતાં શેરડી અને સીકંજીના ઠેકા લાગ્યા

ઉત્તર ગુજરાતમાં બુધવારથી ગરમીનો પારો ઉંચકાતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. દરમિયાન મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ગરમીથી રક્ષણ આપતા શેરડી અને શીકંજીના ઠેકા લાગી ગયા છે. જ્યારે બરફના ગોળા અને સરબતનું વેચાણ શરૃ થયું છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WhZAqi

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages