નવ્યા નવેલી બ્રાન્ડ એમ્બેસેડર બનતાં ભારે ટ્રોલ થઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 13 May 2023

નવ્યા નવેલી બ્રાન્ડ એમ્બેસેડર બનતાં ભારે ટ્રોલ થઈ


- અમિતાભની દોહિત્રી છે એટલે એડ મળી

- ફિલ્મો પછી હવે જાહેરખબરોમાં પણ નેપોટિઝમ ચાલે છે કે શું તેવી ટીકાઓ

મુંબઇ : અમિતાભ બચ્ચની દોહિત્રી નવ્યા નવેલી નંદાને એક  બ્રાન્ડની જાહેરખબર મળતાં લોકોએ તેને ભારે ટ્રોલ કરી છે. ફિલ્મો બાદ હવે જાહેરખબરમાં પણ નેપોટિઝમ ચાલે છે કે શું તેવી ટીકાઓ લોકોએ કરી હતી. 

અમિતાભની દોહિત્રી નાવ્યાએ ઇન્સ્ટાગ્રામના પોતાના પ્રોઇફલ પર આ બ્રાન્ડના પ્રચારનો વીડિયો શેર કર્યો હતો. તે સાથે જ લોકોએ તેની ઝાટકણી કાઢવી શરુ કરી દીધી હતી. લોકોએ કહ્યું હતું કે હજુ તો તેની એક પણ ફિલ્મ આવી નથી, કોઈ મોટી સ્ટાર બની નથી અને અત્યારથી જ જાહેરખબરો પણ મળવાની શરુ થઈ ગઈ છે. કેટલાય લોકોએ કહ્યું હતું કે નવ્યાને આ જાહેરખબર માત્ર અમિતાભની દીકરીની દીકરી હોવાના નાતે મળી છે બાકી હજુ સુધી તેણે એવી કોઈ સિદ્ધિ નથી મેળવી કે કોઈ એન્ડોર્સમેન્ટ તે મેળવી શકે. 

નવ્યા જોકે, સોશિયલ મીડિયા પર બહુ લોકપ્રિય છે. 

હાલ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી સાથેના સંબંધોને લીધે તે ચર્ચામાં છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cQT1SDR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages