સિદ્ધાર્થની વેબ સીરીઝ આગામી દિવાળીએ રજૂ થશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 13 May 2023

સિદ્ધાર્થની વેબ સીરીઝ આગામી દિવાળીએ રજૂ થશે


- ઓટીટીમાં પણ તહેવારનું ટાઇમિંગ

- રોહિત શેટ્ટીની આ વેબ સીરીઝમાં વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી પણ હશે

મુંબઇ : રોહિત શેટ્ટીની વેબ સીરીઝ 'ઈન્ડિયન પોલીસ ફોર્સ' આગામી દીવાળીએ રજૂ થશે. આ વેબ સીરીઝમા ં સિદ્ધાર્થ મલ્હોત્રા પોલીસ અધિકારીની ભૂમિકામાં છે. રોહિત શેટ્ટી માટે સર્જક તરીકે અને સિદ્ધાર્થ માટે અભિનેતા તરીકે આ પહેલી વેબ સીરીઝ હશે.  સિદ્ધાર્થ  સાથે વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી પણ મહત્વના રોલમાં છે. આ સીરીઝનું ઘણું શૂટિંગ થઈ ચૂક્યું છે અને હવે પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. 

 સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ સીરીઝ ખાતર 'રાઉડી રાઠોર'ની સિકવલ પણ જતી કરી છે. સિદ્ધાર્થનું માનવું છે કે તે એક સમયે એક જ પોલીસ અધિકારીની ભૂમિકાને ન્યાય આપી શકશે. 

સિદ્ધાર્થની ફિલ્મ કારકિર્દી ધાર્યા મુજબ આગળ વધી નથી. શાહીદ કપૂરને 'ફર્જી'માં એક્શન રોલમાં સફળતા મળી તે પછી સિદ્ધાર્થને આશા છે કે આ એક્શનપેક વેબસીરીઝથી તેની પણ કારકિર્દી ઉંચકાશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LqzdGe3

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages