સી.એમ. શિંદેના હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 13 May 2023

સી.એમ. શિંદેના હેલિકોપ્ટરનું ઈમર્જન્સી લેન્ડિંગ


રાજભવનના હેલિપેડ પર કર્યું ઊતરાણ

મુંબઈ: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના કામની ઝડપ વધારી દીધી છે. વિકાસ કામોની સમીક્ષા માટે મુખ્યમંત્રીની મુલાકાતો ચાલી રહી છે. મુખ્યમંત્રી શિંદે આવી જ એક પૂર્વ આયોજિત મુલાકાતે જઈ રહ્યા હતા. પરંતુ તેમના હેલિકોપ્ટરમાં ખરાબીના કારણે તેમને ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું.

જ્યારે મુખ્ય પ્રધાન શિંદે તેમની પૂર્વ નિર્ધારિત સતારાની મુલાકાતે જઈ રહ્યા હતા ત્યારે તેમના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. ત્યારબાદ રાજભવન ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

 મળતી માહિતી મુજબ, એકનાથ શિંદે મુંબઈના રાજભવનથી સતારામાં કાર્યક્રમ માટે રવાના થયા હતા. તેમના હેલિકોપ્ટરે ટેક ઓફ કર્યું હતું, પરંતુ ખરાબી ધ્યાનમાં આવતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પછી તેમનો સતારા-પાટણ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BInqzgX

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages