અમદાવાદ,શુક્રવાર
અમદાવાદથી સુરત જતી ટ્રેનમાં કિન્નરોને ભીખ આપવાની ના પાડતાં બે ભાઇ સાથે તકરાર કરી હતી અને મારા મારી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. યુવકે ચેન ખેંચીને ટ્રેન ઉભી રખાવીને બે કિન્નરો સામે ફરિયાદ કરી હતી. આ બનાવ અંગે કાલુપુર રેલવે સ્ટેશન પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના બે ભાઇ સાથે કિન્નારોએ મારા મારી કરતા ચેન ખેચીને ટ્રેન ઉભી રખાવી કાલુપુર રેલવે પોલીસમાં ફરિયાદ
આ બનાવની વિગત એવી છે કે સુરત ખાતે રહેતા સુનિલભાઇએ કાલુપુર રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં ખેડા જિલ્લાના નડીયાદખાતે રહેતા બે પાવૈયા સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી અને તેમના ભાઇ અમદાવાદ પોતાનું કામ પુરુ કરીને કાલે સાંજે પરત સુરત જતા હતા.
બન્ને ભાઇ પ્રયાગરાજ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યાં ટ્રેન ઉપડયા પછી તેમના ડબ્બામાં બે કિન્નરો આવ્યા હતા અને ેતેમની પાસે ભીખ માગતા હતા જેથી યુવકે રૃપિયા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી બન્ને ઉશ્કેરાઇ ગયા અને ગાળો બોલવા લાગ્યા હતા,એટલું જ નહી મારા મારી કરીને શર્ટનું ખિસ્સુ પણ ફાડી નાંખ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવના કારણે તેઓેએ ટ્રેનની ચેન ખેચીને ટ્રેન ઉભી રખાવી હતી અને અમદાવાદ રેલવે પાલીસે આવી હતી અને બન્ને કિન્નરોને નડિયાદ રેલવે પોલીસ સ્ટેશન લઇ ગયા હતા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HJZlt3s
No comments:
Post a Comment