
સમાજને ખોટો સંદેશો મળશે તેમ જણાવ્યું
આરોપીઓને ચમકાવીને રિયાલિટી શો બાળકોને કેવી પ્રેરણા આપશે તેવો સવાલ
મુંબઇ : ટીવી એકટ્રેસ તુનિષા શર્માની આત્મહત્યાના કેસમાં જામીન પર બહાર આવેલા શિઝાન ખાનને એક રિયાલિટી શોમાં સ્થાન આપવા બદલ તુનિષાની માતાએ શોના સર્જકો તથા ટીવી ચેનલને નોટિસ ફટકારી છે.
આ શોનું શૂટિંગ વિદેશમાં થવાનું છે અને તે માટે શિઝાને પોતાનો પાસપોર્ટ પણ પાછો માગ્યો છે.
તુનિષાની માતાઅ રિયાલિટી શોના સર્જકને પ્રશ્ર પુછ્યો છે કે, તેઓ આત્મહત્યા જેવા કેસમાં સંડોવાયેલ વ્યક્તિને પોતાના શોનો હિસ્સો બનાવીને સમાજને ખોટો સંદેશો નથી આપી રહ્યા ?
તેમણે વધુમાં જણાવ્યું છે કે આ તો આવી વાત થઇ કે તમે ગમે તેટલો ગંભીર ગુનો કરીને સેલિબ્રિટી બની જાઓ અને તમારા માટે રિયાલિટી શોના દરવાજા ખુલ્લા મુકવામાં આવી જાય છે ?બધા જ આવા શોને પરિવાર સાથેજોતા હોય છે. આપણાં બાળકો સેલિબ્ર્ટિઓને પોતાની પ્રેરણા સમજતા હોય છે. આ શોમાં શિઝાનને જોઇને આપણા બાળકો એવું સમજશે કે ગમે તેટલો ગંભીર ગુનો કર્યા પછી પણ તમારા માટે રિયાલિટી શોના દરવાજા ખુલ્લા છે. લોકો પોતાના ફેવરિટ એકટર્સને ટીવી પર જોઇને પોતાની પ્રેરણા બનાવી લેતા હોય છે.એટલું જ નહી ંતેમના જેવા કાર્યો કરવાનો ઉત્સાહ અને શમણાં જોતા હોય છે.
બીજી તરફ શિઝાને તુનિષાની માતાની પોસ્ટ પછી ઇન્સ્ટાગ્રામ પર પોતાની બાળપણની તસવીર મુકીને કેપ્શન લખ્યું છે કે , તું મારા ભવિષ્યને અંધકારમય નહીં કરી શકે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/XMZvn69
No comments:
Post a Comment