'સિંઘમ અગેઈન'માં અજય સાથે છ સ્ટાર્સનો શંભુમેળો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 17 May 2023

'સિંઘમ અગેઈન'માં અજય સાથે છ સ્ટાર્સનો શંભુમેળો


- એકલો અજય ફિલ્મ હિટ નહીં કરાવી શકે

- અક્ષય કુમાર, રણવીરસિંહ, જેકી શ્રોફ, વિકી કૌશલ ઉપરાંત દીપિકાનું પણ કાસ્ટિંગ

મુંબઇ : અજય દેવગણની મોટાભાગની સોલો ફિલ્મો ફલોપ જતી હોવાથી હવે રોહિત શેટ્ટીએ 'સિંઘમ અગેઈન'માં તેની સાથે બીજા  છ  સ્ટાર્સને લઈ આ ફિલ્મને મલ્ટીસ્ટારર બનાવવાનું નક્કી કર્યું છે. 

જાણવા મળ્યા મુજબ 'સિંઘમ અગેઇન'માં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં હશે. આ ઉપરાંત રોહિત શેટ્ટી અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પદુકોણ, જેકી શ્રોફઅને વિક્કી કૌશલને પણ સમોલ કરવાનો છે.

છેલ્લા કેટલાંક  વર્ષોમાં અજય દેવગણની એકમાત્ર 'દૃશ્યમ ટૂ' હિટ ગઈ છે તે પણ તેના પહેલા ભાગને લીધે ઈંતજારીનો ફાયદો થયો હતો. તે સિવાય તેની મોટાભાગની ફિલ્મો સદંતર ફલોપ ગઈ છે. આ સંજોગોમાં હવે નિર્માતા અજય દેવગણના એકલાના જોર પર ટિકિટબારીનું જોખમ ખેડવા તૈયાર નથી. 

અજયને નિષ્ફળતાનો ડર સતાવતો હોવાથી તેની 'મૈદાન' ફિલ્મ પણ વારંવાર ઠેલાયા કરે છે.  

ફિલ્મમાં અક્ષય કુમાર અને રણવીર સિંહ એકસટેન્ડેડ કેમિયો કરશે. દીપિકા પદુકોણ મહિલા કોપની ભૂમિકામાં હશે. જ્યારે જેકી શ્રોફ વિલનના રોલમાં જોવા મળશે અને  સિંઘમની પત્નીના રોલમાં કરીના કપૂર હશે.

રોહિત શેટ્ટી અને વિક્કી કૌશલ વચ્ચે પણ વાતચીત ચાલી રહી છે. રોહિત શેટ્ટી ફિલ્મમાં વિક્કી કૌશલ માટે વિશેષ સીન લખી રહ્યા છે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/V6plu7z

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages