મમતા પછી અખિલેશનો પણ 'મૂડ' બદલાયો : સપા પણ 24ની ચૂંટણીમાં કોંગ્રેસને સાથ આપવા તૈયાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 17 May 2023

મમતા પછી અખિલેશનો પણ 'મૂડ' બદલાયો : સપા પણ 24ની ચૂંટણીમાં કોંગ્રેસને સાથ આપવા તૈયાર


- પ.બંગાળનાં મુ.મં. અને તૃણમૂલ સર્વેસર્વા મમતાની ઓફર નકારાઈ : સપા અંગે પ્રશ્નાર્થો

લખનૌ : 'નથીંગ સક્સીડસ્ લાઇક સકસેસા'ને ઉક્તિનું સમર્થન કરતા હોય તેમ સમાજવાદી પાર્ટી (સપા)ના અધ્યક્ષ અખિલેશ યાદવ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવા તૈયાર થઈ ગયા છે.

સપાનાં વલણમાં આ અચાનક આવેલો ફેરફાર આશ્ચર્યજનક છે કારણ કે હજી સુધી તો તેઓ કોંગ્રેસને ભાજપની 'બી-ટીમ' કહી વખોડતા હતા, તેનો ઉગ્ર વિરોધ પણ કરતા હતા.

આ સાથે અખિલેશ હવે પ.બંગાળમાં મુખ્યમંત્રી અને તૃણમૂલ સર્વેસર્વા મમતા બેનર્જીનાં રાષ્ટ્રીય સ્તરની વિપક્ષી એકતાનું પણ સમર્થન કરવા સાથે તેઓએ સૂચવેલી પદ્ધતિ કે જે રાજ્યમાં જે પક્ષ મજબૂત હોય તેને ત્યાં ચૂંટણી લડવા દેવી જોઈએ તેને પુષ્ટિ આપી હતી.

વાસ્તવમાં અખિલેશનાં વલણમાં આવેલું આ પરિવર્તન કોંગ્રેસ માટે તો બહુ સારા સમાચાર છે કારણ કે તે ઉત્તર પ્રદેશમાં સપા અને બસપા બંનેનો સામનો કરી રહી છે. ત્યાં કોંગ્રેસ કમજોર પણ છે.

સપાના પ્રમુખે તેમ પણ કહ્યું હતું કે બિહારના મુ.મં.નીતીશ કુમાર તેલંગાણાના મુ.મં. કે. ચંદ્રશેખર રાવ અને અન્ય વિપક્ષી દળોનો પણ તેવો જ મત છે. (કે કોંગ્રેસને સાથ આપવો).

વિપક્ષી એકતા માટે ગયા મહીને લખનૌમાં નીતીશે અખિલેશ સાથે મંત્રણા કરી હતી. પરંતુ વિપક્ષી મોર્ચામાં કોંગ્રેસને સામેલ કરવા અંગે અખિલેશે મૌન સેવ્યું હતું. પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતાએ સોમવારે કહ્યું હતું કે, તેમનો પક્ષ જ્યાં કોંગ્રેસ મજબૂત હશે ત્યાં તેને સમર્થન આપશે. સામે કોંગ્રેસે જ્યાં પ્રાદેશિક પક્ષો બળવત્તર હોય ત્યાં તેમનું સમર્થન કરવું જોઈએ. તેમણે કહ્યું ભાજપ હંમેશા નફરતની રાજનીતિ ચલાવે છે. પરંતુ કર્ણાટકમાં જનતાએ તે પરાજિત કર્યો. લોકોએ મોંઘવારી વિરૂદ્ધ પણ મતદાન કર્યું.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે કોંગ્રેસે મમતાની ઓફર ફગાવી દીધી હતી. કોંગ્રેસના વરીષ્ઠ નેતા અધીરરંજન ચૌધરીએ મમતાની ઓફર જડમૂળથી અસ્વીકાર્ય કરતાં કહ્યું હતું કે રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા'નો રાષ્ટ્રીય સ્તરે પ્રભાવ સ્વીકારવા તેઓ તૈયાર ન હતા. તે જ દર્શાવે છે કે કોંગ્રેસ અંગે તેઓની વાસ્તવિક ધારણા શી છે ?



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/EGdiUVS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages