અમદાવાદ,બુધવાર
ઓઢવમાં રાજેન્દ્ર પાર્ક પાસે આવેલા મંદિરનો ઓટલો તોડવા બાબતની રજુઆત માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની પૂર્વ કચેરીમાં ગઇકાલે બપોરે ટોળું ધસી આવ્યું હતું. જ્યાં સિક્યુરિટી ગાર્ડને માર મારીને કોન્ફરન્સ રૃમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યા હતો અને બુમાબુમ કરીને ઓફિસમાં તોડફોડ કરીને અધિકારીઓ ઉપર હુમલો કર્યો હતો જેમાં બે અધિકારી ઘાયલ થયા હતા. આ બનાવ અંગે ઓઢવ પોલીસે ૪૦થી વધુ લોકો સામે રાયોટિંગ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પૂર્વ ઝોન ઓફિસના સિક્યુરિટી ગાર્ડને માર મારી કોન્ફરન્સ રૃમનો દરવાજો તોડી અંદર ઘૂસી જઇ અધિકારીઓ ઉપર હુમલો કર્યો
આ કેસની વિગત એવી છે કે વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને ઓઢવ વિરાટનગર પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ઝોન ઓફિસમાં સિક્યુરિટી ઇન્ચાર્જ તરીકે નોકરી કરતા યુવકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં શૈલેન્દ્રસિંહ તથા વિજયસિંહ અને રાહુલ તેમજ વિકાસ તથા મિથીલેશ સહીત ૪૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરે કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓને બેઠક ચાલતી હતી. આ સમયે ટોળુ ત્યાં આવ્યું હતું અને અંદર જવાની વાત કરી હતી જેથી સિક્યુરિટીએ તેઓને જવા માટે રોક્યા હતા જેથી ફરિયાદીને માર મારીને કોન્ફરન્સ રૃમનો દરવાજો તોડીને અંદર ધસી ગયા હતા.
બુમાબુમ કરીને રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા પાસે આવેલા હનુમાનજી મંદિરનો ઓટલો કેમ તોડવાનો છે એ ઓટલો તોડવાની કોઇની તાકાત નથી અને જો ઓટલો તોડવા આવશો તો કોઈને મુકીશું નહી તેમ કહીને ધમકી આપીને હોબાળો મચાવી ખૂરસી સહિતના ફર્નિચરની તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ હુમલામાં બે અધિકારી ઘાયલ થયા હતા. આ બનાવ અંગે ઓઢવ પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Gxi0FDe
No comments:
Post a Comment