કોમન ટેઇલેટની તકરારમાં પડોશીએ ચાકુના ઘા મારતા મહિલા સારવાર હેઠળ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 May 2023

કોમન ટેઇલેટની તકરારમાં પડોશીએ ચાકુના ઘા મારતા મહિલા સારવાર હેઠળ

અમદાવાદ,બુધવાર

દરિયાપુરમાં કોમન ટોઇલેટ બાબતની તકરાર થઇ હતી જેમાં પડોશીએ મહિલા ઉપર ચાકુથી હુમલો કરતાં મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા ઘરમાં હાજર હતી પડોશી માતા-પુત્ર  આવ્યા અને તકરાર કરી અચાનક આડેધડ ચાકુ ના ઘા મારી  ભાગી ગયા

 આ કેસની વિગત એવી છે કે દરિયાપુર વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય મહિલાએ પડોશી માતા અને પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે બન્ને પડોશી વચ્ચે કોમન ટોઇલેટ બાબતે  એક વર્ષથી તકરાર ચાલતી હતી. ગઇકાલે બપોરે મહિલા પરિવાર સાથે ઘરમાં હાજર હતી. સમયે પડોશમાં રહેતા માતા અને તેમના પુત્ર તેમના ઘરમાં આવ્યા હતા.

બન્ને બહેન સાથે તકરાર કરી હતી  અને  ગાળો બોલતા હતા મહિલાની બહેને ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ ઉશ્કેરાઇને મહિલા ઉપર ચાકુથી હુમલો કરીને શરીરના ભાગે આડેધડ ચાકુના ઘા મારીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. બુમાબુમ થતાં માતા અને પુત્ર હુમલો કરીને નાસી ગયા હતા. ગંભીર રીતે  ઘાયલ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/9pUtkvE

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages