આલિયા ભટ્ટને મેટ ગાલાના ફોટોગ્રાફર્સ ઐશ્વર્યા સમજી બેઠા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 3 May 2023

આલિયા ભટ્ટને મેટ ગાલાના ફોટોગ્રાફર્સ ઐશ્વર્યા સમજી બેઠા


- આલિયાએ ક્ષોભ છૂપાવ્યો, માત્ર સ્માઈલ આપીને આગળ વધી ગઈ

મુંબઇ : આલિયા ભટ્ટ મેટ ગાલા ઈવેન્ટમાં એક લાખ મોતીના બનેલા ડ્રેસથી છવાઈ ગઈ હોવાનો દાવો થઈ રહ્યો છે પરંતુ વાસ્તવમાં ત્યાં કેટલાય વિદેશી ફોટોગ્રાફર્સ તેને ઓળખી શક્યા ન હતા. કેટલાક ફોટોગ્રાફર્સએ તેને ઐશ્વર્યા રાય સમજી લીધી હતી. 

આ ઈવેન્ટનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પોતાના ડિઝાઇનર સાથે એન્ટ્રી લે છે છે, ત્યારે  ત્યાં જમા થયેલા પાપારાત્ઝીઓમાંથી અમુકે તેને ઐશ્વર્યા તરીકે સંબોધી હતી. 

જોકે આલિયાએ આ પરિસ્થિતીને હળવાશથી સંભાળી લીધી હતી. તેણે  પોતાને ખોટી રીતે સંબોધવામાં આવી હોવાની અવગણના કરી   ફોટોગ્રાફરોને  સુંદર પોઝ અને સ્મિત આપ્યું હતું.

મેટ ગાલામાં ભારતીય અભિનેત્રીઓમાં આવો ગોટાળો બીજી વખત થયો છે. અગાઉ ૨૦૧૯માં દીપિકા પાદુકોણને પ્રિયંકા ચોપરા તરીકે ઓળખાવવામાં આવી હતી. દીપિકાએ આ વર્તાવ માટે રંગભેદને જવાબદાર ઠેરવ્યો હતો. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KDuTV28

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages