તું બીચમે ના પડ એ મેરી મેટર હૈ કહી યુવકને મિત્રએ જ ચાકુના ઘા માર્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 9 May 2023

તું બીચમે ના પડ એ મેરી મેટર હૈ કહી યુવકને મિત્રએ જ ચાકુના ઘા માર્યા

અમદાવાદ,મંગળવાર

પૂર્વ વિસ્તારમાં શ્રમજીવી યુવકને ધરમ કરતા ધાડ પડી હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સરસપુરમાં પોટલીયા ચાર રસ્તા પાસે યુવક મોડી રાતે પસાર થતો હતો. આ સમયે તકરાર ચાલતી હતી જેથી યુવક છોડાવવા વચ્ચે પડતા મિત્રએ તું બીચમે ના પડ એ મેરી મેટર હૈ કહીને યુવકને ચાકુના ઘા માર્યા હતા. આ બનાવ અંગે શહેર કોટડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તકરાર ચાલી રહી હતી યુવક દરમિયાનગીરી કરી છોડાવવા વચ્ચે પડતાં તેના જીવલેણ હુમલો કર્યો

આ બનાવની વિગત એવી છે કે  ગોમતીપુરમાં રહેતા યુવકે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૧૨વાગે પોતાના મિત્રને મળવા માટે બોમ્બે હાઉસિંગ ખાતે ગયો હતો અને ત્યાંથી મોડી રાતે ચાલતો ચાલતો ઘરે આવતો હતો.

આ સમયે સરસપુર પોટલીયા ચાર રસ્તા પાસે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ સેન્ટર આગળ કેટલાક લોકો વચ્ચે તકરાર ચાલતી હતી જેથી યુવક તેના છોડાવવા વચ્ચે પડયો હતો આ સમયે આરોપીએ તું બીચમે ના પડ એ મેરી મેટર હૈ કહીને યુવકને ચાકુના ઘા માર્યા હતા જેના કારણે યુવક ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ ઘટના અંગે શહેર કોટડા પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NMATFKo

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages