અમદાવાદ,મંગળવાર
બાપુનગર વિસ્તારમાં તલવાર સાથે ધસી આવેલા પાંચ શખ્સોએ યુવકને રોક્યો હતો અને આજે તો મારી નાંખીશુ કહીને કારની ટક્કર મારીને યુવકને મારી નાંખવાની કોશિષ કરી હતી. બાપુનગર પોલીસે ખૂનની કોશિષનો ગુનો નોંધ્યો હતો, પોલીસની પ્રાથમિક તપાસમાં જૂની તકરારની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો.
તલવાર સાથે ધસી આવેલા શખ્સોએ બુમો પાડી આજે તો જાનથી મારી નાખીશું ઃ યુવક ઉપર કાર ચઢાવીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો
આ કેસની વિગત એવી છે કે બાપુનગરમાં રહેતા યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં બાપુનગરમાં રહેતા પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા. ૭ના રોજ રાતે પોતાની ફોઇને ઘરેથી જતો હતો અને બાપુનગર અકબરનગરના છાપરા પાસેથી પસાર થતો હતો.
જ્યાં આરોપીઓ તલવાર સાથે ઉભા હતા અને ગાળો બોલતા હતા, અને તમને જાનથી મારી નાંખીશુ તેમ બુમો પાડતા હતા. આ સમયે એકાએક એક કારમાં આવેલા શખ્સોએ પૂર ઝડપે કાર ચલાવી લાવીને યુવકને ટક્કર મારી હતી. જેથી ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે આરોપીઓ સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/BbIjT1l
No comments:
Post a Comment