શક્તિ કપૂર લાંબા સમય પછી ફરી વિલનની ભૂમિકામાં જોવા મળશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 18 May 2023

શક્તિ કપૂર લાંબા સમય પછી ફરી વિલનની ભૂમિકામાં જોવા મળશે


- રણબીરની 'એનિમલ'માં ગેંગસ્ટરની ભૂમિકા

- શક્તિ કપૂરનાં શિડયુલ સહિત ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું

મુંબઇ : પીઢ અભિનેતા શક્તિ કપૂર બહુ લાંબા સમય પછી કોઈ બોલીવૂડ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં દેખાશે. રણબીર કપૂરની આગામી ફિલ્મ 'એનિમલ'માં શક્તિ કપૂર એક ગેંગસ્ટરની ભૂમિકામાં હોવાનું જાણવા મળ્યું છે. 

મોટાભાગે આગામી ઓગસ્ટમાં રીલીઝ થનારી  ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. રણબીરની સાથે હિરોઈન તરીકે  રશ્મિકા મંદાના છે. 

આ ઉપરાંત ફિલ્મમાં રણબીરના હરીફ તરીકે બોબી દેઓલ પણ છે. ફિલ્મમાં અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી પણ જોવા મળશે. 

શક્તિ કપૂરની ભૂમિકા એક વિતેલા જમાનાના ગેન્ગસ્ટરની છે. તેણે પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી નાખ્યું છે. શક્તિ કપૂરે ૭૦ અને ૮૦ના દાયકાની અનેક ફિલ્મોમાં મુખ્ય વિલન તરીકે ધાક જમાવી હતી. બાદમાં તેણે કાદર ખાન સાથે મળીને અનેક કોમેડી ફિલ્મો પણ કરી હતી. છેલ્લા કેટલાય સમયથી તે બોલીવૂડમાં ખાસ એક્ટિવ નથી. જોકે, તેની દીકરી શ્રદ્ધા કપૂર બોલીવૂડની જાણીતી સ્ટાર બની ચૂકી છે.  



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iIa9xHd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages