
આમિર બાદ હવે સલમાન પણ હાલ નવી ફિલ્મો સાઈન નહિ કરે
મુંબઇ: આમિરની જેમ સલમાન ખાને પણ હાલ પૂરતાં કોઈ નવી ફિલ્મ સાઈન નહિ કરવાનો નિર્ણય લીધો છે. સલમાનની તાજેતરની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' બોક્સ ઓફિસ પર ધારી કમાણી કરી શકી નથી. તે ઉપરાંત આ ફિલ્મ કથા, દિગ્દર્શન, અભિનય એમ બધી રીતે બહુ જ બકવાસ હોવાની ભારે ટીકાઓ ચોમેરથી થઈ છે. અનેક બોલીવૂડ સમીક્ષકોએ સલમાને હવે વાર્તા તથા દિગ્દર્શકની પસંદગીમાં ધ્યાન આપવું જોઇએ તેવી સલાહ આપી છે.
તે પછી હવે સલમાન નવી ઓફરો ઠુકરાવી રહ્યો છે. હાલ તે 'ટાઈગર થ્રી' પર જ સમગ્ર ફોક્સ કરી રહ્યો છે.
આ અગાઉ, 'લાલ સિંહ ચઢ્ઢા' ગયા બાદ આમિરે પણ એક્ટિંગમાંથી થોડો સમય બ્રેક લેવાનું નક્કી કર્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wHrQa4W
No comments:
Post a Comment