પરિણિતી અને રાઘવ ચઢ્ઢાની પંજાબી વિધિ પ્રમાણે 13મીએ સગાઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 May 2023

પરિણિતી અને રાઘવ ચઢ્ઢાની પંજાબી વિધિ પ્રમાણે 13મીએ સગાઈ


પંજાબી પરંપરા પ્રમાણે રોકા સેરિમની યોજાશે

પારિવારિક સગાઈ બાદ બંને પોતાના સંબંધોને સત્તાવાર જાહેર કરે તેવી ધારણા

મુંબઇ :  પરિણિતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા આગામી તા. ૧૩મી મેએ દિલ્હીમાં પંજાબી વિધિ પ્રમાણે સગાઈ કરશે. 

દિલ્હીમાં યોજાનારી રોકા સેરિમની વખતે  ફક્ત પરિરાવજનો તેમજ અંગત મિત્રોને જ આમંત્રણ આપવામાં આવશે. કહેવાય છે ક, બન્ને જણા આ વિધી પછી પોતાના સંબંધો સત્તાવાર રીતે જાહેર કરશે. 

પરિણિતી અને રાઘવે પોતાના સંબંધોની જાહેરમાં પુષ્ટિ કે ખંડન કર્યું નથી.જોકે, તેઓ અવારનવાર સાથે દેખાય છે અને એકથી વધુ સેલિબ્રિટીઓ તેમને આ સંબંધ માટે જાહેરમાં અભિનંદન આપી ચૂકી છે. 

અગાઉના અહેવાલો અનુસાર તેઓ એકમેકને રિંગ પહેરાવી ચૂક્યા છે  અને આગામી ઓક્ટોબરમાં લગ્ન કરે તેવી સંભાવના છે.




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zyeRaT6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages