
- બોલીવૂડ કરતાં સાઉથ આગળ હોવાનું કારણ
- યોગ્ય સ્ક્રિપ્ટ વિના શરુ કરી દીધાની કબૂલાતઃ 80 કરોડમાં બનેલી ફિલ્મ 10 કરોડ પણ ન કમાઈ
મુંબઇ: સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર અખિલ અક્કિનેનીની ફિલ્મ 'એજન્ટ'નો ટિકિટબારી પર ભારે રકાસ થયો છે. પરંતુ, નોંધપાત્ર વાત એ છે કે આ ફિલ્મ નિષ્ફળ જવા બદલ ફિલ્મ સર્જકે જાહેર માફી માગી છે.
આ ફિલ્મના અન્ય કલાકારોમાં મામુટી , ડિનો મોરિયા અને સાક્ષી વૈધનો પણ સમાવેશ થાય છે. ૮૦ કરોડમાં બનેલી ફિલ્મ ચાર દિવસમા ૧૦ કરોડનું કલેક્શન પણ કરી શકી નથી. એ પછી નિર્માતા અશોક સુનકારાએ એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માફી માગી હતી. તેમણે કબૂલ્યું હતું કે અમે યોગ્ય બાઉન્ડ સ્ક્રિપ્ટ વિના આટલો મોટો પ્રોજેક્ટ શરુ કર્યો એ ભૂલ હતી. આ માટે બીજું કોઈ બહાનું આપવું યોગ્ય નહિ ગણાય.
અમારા પર ભરોસો કરનારાઓની અમે માફી માગીએ છીએ અને ભવિષ્યના પ્રોજેક્ટમાં ઈમાનદારીથી કામ કરશું.
નિર્માતાની આ માફી ભારે વાયરલ થઈ છે. બોલીવૂડના દર્શકોે પણ આ માફીને વધાવતાં કહ્યું હતું કે બોલીવૂડના નિર્માતાઓ અને કલાકારો તેમની સાવ રદ્દી ફિલ્મનો પણ હંમેશા બચાવ કરતા હોય છે.
તેમણે સાઉથના નિર્માતાઓની ખેલદીલી પરથી શીખવા જેવું છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xDOdMvI
No comments:
Post a Comment