ચાકુથી ખૂની હુમલો માતા દોડી આવી તો પુત્ર લોહી લુહાણ હાલતમાં તરફીયા મારતો હતો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 7 May 2023

ચાકુથી ખૂની હુમલો માતા દોડી આવી તો પુત્ર લોહી લુહાણ હાલતમાં તરફીયા મારતો હતો

અમદાવાદ,રવિવાર

પૂર્વ વિસ્તારમાં લગ્નના વરઘોડામાં મારા મારીના બનાવો સામાન્ય બની ગયા છે ત્યારે વટવા બિનોબાભાવે નગર પાસે લગ્નના જમણવારમાં પાણી પીવા બાબતે ધક્કા મૂકી થતાં તકરાર થઇ હતી. જેમાં છ લોકોએ યુવકને ઢોર માર મારીને ચાકુના ઘા મારીને ખૂની હુમલો કર્યો હતો. બેભાન હાલતમાં યુવક હાલમાં એલ.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે વટવા જીઆઇડીસી પોલીસે હત્યાની કોશિષ તેમજ રાયોટિંગ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધક્કા કેમ મારતો હતો કહી યુવકને ઢોર માર મારી ચાકુના ઘા મારતા બેભાન હાલતમાં સારવાર હેઠળ ઃ પાંચ શખ્સો સામે ફરિયાદ 

આ બનાવની વિગત એવી છે કે વટવા જીઆઇડીસી વિસ્તારમાં રહેતી મહિલાએ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં વિનોબાભાવેનગરમાં રહેતા પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તેમનો દિકરો મિત્ર લગ્ન હોવાથી તે તા.૫ના રોજ વિનોબાભાવેનગર પાસે મ્યુનિસિપલ સ્કૂલ પાસે જમવા માટે ગયો હતો.

 જ્યાં જમ્યા બાદ પાણી પીવા માટે ધક્કા મૂક્કી થઇ હતી જેને લઇને પાંચ શખ્સોએ યુવકને રોક્યો હતો અને કેમ ધક્કા મારતો હતો તેમ કહીને તકરાર કરીને યુવકને ઢોર માર માર્યા બાદ ચાકુથી જીવલેણ હુમલો કરીને પેટના ભાગે ચાકુના ઘા મારીને આરોપીઓ નાસી ગયા હતા. બુમાબુમ થતાં ફરિયાદી દોડી ગયા હતા આ સમયે તેમનો પુત્ર લોહી લુહાણ ભેભાન હાલતમાં જમીન ઉપર તરફડીયા મારતો હતો. જેથી તેને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું, આ ઘટના અંગે વટવા જીઆઇડીસી પોલીસે હત્યાની કોશિષ તેમજ રાયોટિંગ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કવાયત શરુ કરી  છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/sSAKQFg

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages