મ્યુનિસિપલ કચરાની ગાડી નીચે કચડાતા યુવકનું ઘટના સ્થળે મોત - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 7 May 2023

મ્યુનિસિપલ કચરાની ગાડી નીચે કચડાતા યુવકનું ઘટના સ્થળે મોત

અમદાવાદ,રવિવાર

ટ્રાફિકથી ધમધમતા શહેરના કોટ વિસ્તારમાં પણ પૂર ઝડપે વાહનો ચલાવવાના કારણે હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવો વધી રહ્યા છે. લાલ દરવાજામાં ઇન્ડીયન બેન્ક પાસે યુવક ચાલતો જતો હતો. આ સમયે પૂર ઝડપે આવી રહેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીનો ચાલક ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

યુવક ચાલતો જતો હતો કચરાની છોટા હાથીનો ચાલક ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતારી નાસી ગયો

 આ કેસની વિગત એવી છે કે લાલ દરવાજા કારંજ પોલીસ સ્ટેશન પાસે રહેતા હિંમતભાઇ જેપાજી મારવાડી (ઉ.વ.૪૦) ગઇકાલે વહેલી સવારે લાલ દરવાજા ભદ્ર પાસે આવેલી ઇન્ડીયન બેન્ક પાસેથી ચાલતો હતો. આ સમયે રાયખડ તરફથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની છોટા હાથી ગાડીના ચાલકે વાહનના સ્ટીયરીગ પરનો કાબુ ગુમાવી બેસતા યુવકને ટક્કર મારી હતી.

જેથી કચરાની ગાડીની વ્હીલ નીચે કચડાતાં  યુવકનું  ઘટના સ્થળે મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસે બેન્કના તથા આસપાસની દુકાનમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ  આધારે છોટા હાથીનો નંબર મેળવીને ડ્રાઇવરની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xCrvyzB

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages