પતિએ ફરિયાદ કરી તો પડોશીઓએ પત્નીને ઢોર માર મારી ચાકુના ઘા માર્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 8 May 2023

પતિએ ફરિયાદ કરી તો પડોશીઓએ પત્નીને ઢોર માર મારી ચાકુના ઘા માર્યા

અમદાવાદ,સોમવાર

અમરાઇવાડી વિસ્તારમાં અગાઉ થયેલી તકરારની અદાવત રાખીને પડોશીઓએ ઢોર માર માર્યા બાદ ચાકુના ઘા મારીને મહિલાને ગંભીર રીતે ઘાયલ કરી હતી અને પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. પોલીસ તપાસમાં મહિલાના પતિએ આરોપીઓ સામે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી અને તેઓની ધરપકડ કરતાં આ કૃત્ય આચર્યું હતું. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘાતક હુમલો કરી મહિલાને ગંભીર રીતે ઘાયલ કરીને ધમકી આપી પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશું

 આ કેસની વિગત એવી છે કે અમરાઇવાડી વિસ્તારમાં રહેતી મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રવિવારની રજા હોવાથી  મહિલા ઘરે એકલા હતા અને સમયે આરોપીઓએ આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા. મહિલાએ ગાળો બોલાવાની ના પાડતાં લોકડીથી હાથે અને બરડાના ભાગે ઢોર માર માર્યો હતો

એટલું જ નહી એક આરોપીએ મહિલા પર ચાકુથી હુમલો કર્યો હતો બુમાબુમ થતાં આરોપીઓ નાસી ગયા હતા  અને જતા જતા ધમકી આપી હતી કે તો પોલીસમાં ફરિયાદ કરીશ તો તેને જાનથી મારી નાખીશું. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ચાર લોકોે સામે ગુનો  નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/F79tQAq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages