
- બંને અભિનેત્રીઓ મુંબઈથી રવાના થઈ
- બંનેની રેડ કાર્પેટ પર પહેલી એન્ટ્રીઃ મૃણાલને વૈશ્વિક પ્રોજેક્ટસમાં તક મેળવવાના કોડ
મુંબઇ : અભિનેત્રી સારા અલી ખાન અને મૃણાલ ઠાકુર પ્રથમ વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એન્ટ્રી લઇ રહી છે. આ ફેસ્ટિવલ ફ્રેન્ચ રિવેરામાં ૧૭ થી ૧૯ મે સુધી ચાલવાનો છે.
મૃણાલ ઠાકુરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ડેબ્યુ વિશે જણાવ્યુ ંહતુ ંકે, હું પ્રથમ વખત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો હિસ્સો બનવા માટે રોમાંચ અનુભવી રહી છું. તેણે વધુમાં કહ્યુ ંહતું કે, ગ્લોબલ ફિલ્મમેકર્સ સાથે પણ વાતચીત કરવા ઇચ્છું છું. તેમજ નવી તક ઝડપવા માંગુ છું.
સારા અલી ખાન કાન્સ ફેસ્ટિવલમાં પ્રથમ વખત હિસ્સો લઇ રહી છે. તે મુંબઇના એરપોર્ટ પર જોવા મળી ત્યારે ખુશખુશાલ હતી તેમજ તેના ચાહકો સાથે સેલ્ફી પણ પડાવી હતી. પાપારાત્ઝીઓએ તેને પુછ્યુ ંહતું કે, તે ક્યાં જઇ રહી છે, ત્યારે સારાએ હસતા હસતા ઉત્તર આપ્યો હતો કે તે ક્યાં જઇ રહી છે તે તેઓ પહેલાથી જ જાણે છે. કેદારનાથ ટુ કાન તેમ તેણે પાપારાત્ઝીઓને કહ્યું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/7sr45xF
No comments:
Post a Comment