
નેટયૂઝર્સે ધ્યાન દોરતાં પોલીસની કાર્યવાહી
હેલ્મેટ વગર બાઈકસવારી માટે દંડ થઈ શકેઃ ટ્રાફિક પોલીસ ફોલોઅપ કરશે
મુંબઇ : અમિતાભ બચ્ચન અને અનુષ્કા શર્માએ બાઈક પહેર્યા વિના જ બાઈક સવારી કરતાં હવે મુંબઈ પોલીસ તેમને દંડ ફટકારી શકે છે. આ બંને સ્ટાર્સની તસવીરો વાયરલ થયા બાદ નેટ યૂઝર્સ દ્વારા મુંબઈ પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તે પછી મુંબઈ પોલીસે બંને સામે કાર્યવાહીની જાહેરાત કરી છે.
અમિતાભે તો પોતે એક ફેનની બાઈક પાછળ બેઠા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવાની સાથે લોકોને ટ્રાફિક નિયમો પાળવા માટે ભાષણ પણ ઠપકાર્યું હતું. પરંતુ, નેટ યૂઝર્સ દ્વારા તરત જ તેમનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે તમે પોતે પણ હેલ્મેટ નહિ પહેરીને ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે. નિયમ અનુસાર બાઈક ચાલક ઉપરાતં પાછળ બેસનારે પણ હેલ્મેટ પહેરવી જરુરી છે. લોકોએ મુંબઈ પોલીસને ટેગ કરીને આ વાત જણાવી હતી.
મુંબઇ પોલીસે ટ્વીટ પર રિએકશન આપતાં કહ્યું હતુ ંકે, અમે આ બાબત ટ્રાફિક બ્રાન્ચને ફોરવર્ડ કરી છે.
બીજી તરફ અનુષ્કા શર્માનો પણ બાઈકની પાછળની સીટ પર બેસીને સવારીનો વીડિયો વાયરલ થયો હતો. લોકોએ તેણે પણ હેલ્મેટ નહિ પહેરી હોવા બાબતે મુંબઈ પોલીસનું ધ્યાન દોર્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RyUXVkN
No comments:
Post a Comment