મારા ભાઇની જાન નીકળે છે અહિયાં કેમ ઉભો છે કહી યુવક ઉપર ઘાતક હુમલો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 16 May 2023

મારા ભાઇની જાન નીકળે છે અહિયાં કેમ ઉભો છે કહી યુવક ઉપર ઘાતક હુમલો

અમદાવાદ,મંગળવાર

પૂર્વ વિસ્તારમાં લગ્નના વરઘોડા દરમિયાન જોવા ઉભેલા રાહદારીઓ ઉપર હુમલા કરવાના બનાવો વધી રહ્યા છે. ગોમતીપુરમાં લગ્નના વરઘોડો નીકળતો હોવાથી યુવક બાઇક લઇને જોવા ઉભો હતો. આ સમયે મારા ભાઇની જાન નીકળે છે અહિયાં કેમ ઉભો કહીને યુવકને માર મારી તેના બાઇકની ચાવી કાઢી લીધી હતી, ચાવી લેવા ગયો તો યુવકને નીચે પાડીને ઢોર માર માર્યો હતો. યુવક દોડીને જતો હતો જ્યાં તલવારથી હુમલો કર્યો હતો એટલું જ નહી તેના મામાના ઘરમાં જતો રહ્યો તો મકાનના દરવાજો તોડીને બહાર કાઢીને માર માર્યો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગોમતીપુરમાં બાઇકની ચાવી કાઢી લીધી લેવા જતાં નીચે પાડી ઢોર માર મારી તલવારથી હુમલો કર્યો, સગાના ઘરમાં છૂપાયો તો દરવાજો તોડી બહાર કાઢી યુવકને માર્યો

 આ કેસની વિગત એવી છે કે ગોમતીપુર વિસ્તારમાં રહેતા યુવકે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર વિસ્તારની ચાલીમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા. ૭ના રોજ યુવક બાઇક લઇને સાંજે સાત વાગે ગોમતીપુરમાં જાન જતી હોવાથી બાઇક ઉભું રાખીને યુવક ત્યાં ઉભો હતો. 

આ સમયે યુવકે આવીને કહ્યું કે મારા ભાઇની જાન નીકળે છે અહિયાં કેમ ઉભો છે, તેમ કહીને બે લાફા  મારી દીધા હતા અને બાઇકની ચાવી લઇને જતો રહ્યો હતો યુવક ચાવી લેવા ગયો તો માર મારી નીચે પાડીને ગડદાપાટુનો માર મારીને બેટ માર્યું હતું આ સમયે યુવક દોડીને નજીકમાં રહેતા સગાના ઘરે જતો હતો ત્યારે તલવારથી હુમલો કર્યો હતો. 

યુવક સગાના ઘરે જઇને સંતાયો હતો તો ચાર શખ્સોએ ત્યાં આવીને દરવાજો તોડીને બહાર કાઢીને માર મારીને જાનથી  મારી નાંખવાની ધમકી આપીને આરોપીઓ નાસી ગયા હતા. યુવકને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામા આવ્યો હતો. આ બનાવ અંગે ગોમતીપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Fnk6OIJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages