બોરીવલીમાં સ્પાઈડરમેનની જેમ ઝાડ પર ચઢી ફલેટમાં ચોરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 7 May 2023

બોરીવલીમાં સ્પાઈડરમેનની જેમ ઝાડ પર ચઢી ફલેટમાં ચોરી


- ચોથા માળના ફલેટમાંથી છ લાખની માલમત્તા ચોરનારા બે પકડાયા

- સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં બે યુવાન ચોરોનું તિકડમ જોઈ પોલીસ પણ દંગઃ બંને રીઢા ગુનેગાર છે

મુંબઇ : બોરીવલીમાં સ્પાઇડરમેનની જેમ ઝાડ પર ચડી ત્યાંથી ચોથા માળના એક ફ્લેટમાં પ્રવેશી છ લાખ રૂપિયાની ઘરફોડી આચરનાર બે રીઢા ચોરટાઓને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આ ઘટના બાદ સોસાયટીમાં લગાવવામાં આવેલ સીસીટીવી ફૂટેજના આધારે ૨૩ વર્ષની વયના આ બંને ચોરટાઓને પકડી પાડયા હતા.

આ સંદર્ભે વધુ વિગતા આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ બંને ચોરટાઓ બિલ્ડીંગની બાજુમાં આવેલ એક  ઝાડ પર ચડી ગયા હતા. આ બંને ઝાડ પર ઉંચે સુધી ચઢી બાદ ચોથા માળે આવેલ એક બિઝનેસમેનના ફ્લેટમાં પ્રવેશ્યા હતા. અહીં પ્રવેશી આ બંનેએ રોકડ અને દાગીના મળી લગભગ ૬ લાખ રૂપરિયાની મત્તા તફડાવી લીધી હતી અને રફૂચક્કર થઇ ગયા હતા. વેપારીના ધ્યાનમાં આ વાત આવતા તેમણે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી હતી તેથી પોલીસે એફઆઇઆર નોંધી હતી.

પોલીસે ત્યારબાદ ઘટનાસ્થળની મુલાકાત લઇ સોસાયટી પરિસરના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા જેમાં આ બંને ગઠીયા ઝાડ પર ચડતા જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવીફૂટેજ મેળવ્યા બાદ આ બંને ગઠીયાઓના ફોટા મેળવી આ બંનેની માહિતી કઢાવી બંનેને પકડી પાડયા હતા. આ બંનેની તપાસમાં તેઓ રીઢા ગુનેગાર હોઇ ભૂતકાળમાં પણ તેમની સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા છે. પોલીસે આ બંને પાસેથી ચોરાયેલી મત્તાનો અમૂક ભાગ પાઠો મેળવ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. 




from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/JN5za3q

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages