અમદાવાદ, બુધવાર
અમદાવાદ જિલ્લાના સાણંદમાં રહેતા વેપારીએ બે વ્યક્તિઓ પાસેથીે પાંચ લાખના ધિરાણની સામે ૩૫ લાખની વસુલી કર્યા બાદ પણ ૪૦ લાખ રૂપિયાની ઉઘરાણી માંગવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સાણંદ પોલીસ મથકે નોંધવામાં આવી છે. જે અંગે પોલીસે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. જમીનના સોદાના બાનાખાત પૈકીના નાણાં બેંકમાંથી ઉપાડીને વ્યાજ પેટે લઇ લીધા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે . સાણંદની વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષભાઇ પટેલ ઇલેક્ટ્રીક વસ્તુઓના ટ્રેડીંગનું કામ કરતા હતા. વર્ષ ૨૦૧૬માં તેમને ધંધા માટે નાણાંની જરૂર હોવાથી ભાડજ સુપરસીટી ગ્લોરી ખાતે રહેતા ભરત ઉર્ફે મુકેશ દશરથભાઇ પટેલ પાસેથી પાંચ લાખ રૂપિયા ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. જેમાં તે ૫૦ હજારનું વ્યાજ નિયમિત રીતે ચુકવતા હતા. જેમાં ઘણીવાર વ્યાજ ચુકવવાનું તે ચુકી જતા હતા. તો શૈલેષભાઇ વ્યાજની રકમને મુડીમાં ગણીને તેના પર વ્યાજ વસુલતો હતો. બાદ ભરતે વ્યાજ સાથે ૩૦ લાખ રૂપિયાની રકમ ગણીને ગત ૩૧મી ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ શૈલેષભાઇની પાનસરમાં આવેલી જમીનનું કબ્જા વિનાનું બાનાખાત કરાવી લીધું હતું. જેના થોડા મહિના બાદ જમીન પર કબ્જો મેળવવા સાથેનો બાનાખાત કરાર પણ કરી દીધો હતો. જે બાનાખાતના અવેજ પેટે રૂપિયા ૬.૫૪ લાખના બે ચેક શૈલેષભાઇના ખાતામાં જમા કરાવ્યા હતા. જે રકમ પરત ઉપાડીને ભરતે નાણાં વ્યાજ પેટે લઇ લીધા હતા. આમ, કુલ ૩૫ લાખ ઉપરાંતનું વ્યાજ વસુલી લેવાયું હતું. આ ઉપરાંત, ભરતને ત્યાં કામ કરતા નરેન્દ્ર પટેલે પણ ૫૦ હજાર રૂપિયા લીધા હતા. તેમ છંતાય, ભરતે હજુ ૪૦ લાખ રૂપિયાની મુડી બાકી હોવાનું કહીને સતત ઉઘરાણી ચાલુ રાખીને ધમકીઓ આપવાનું શરૂ કરાવ્યું હતું. સાથેસાથે તેને પાનસરની જમીન વેચવા માટે દબાણ પણ કરતા હતા, આ ઉપરાંત, ઘરે માથાભારે તત્વોને મોકલીને ધમકી આપતા હતા. જેથી કંટાળીને શૈલેશભાઇએ છેવટે આ અંગે ભરત પટેલ અને તેની સાથે કામ કરતા નરેન્દ્ર પટેલ તેમજ અન્ય માથાભારે તત્વો સામે ગુનો નોંધાવતા સાણંદ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/95tzSbH
No comments:
Post a Comment