
મુંબઈમાં પરિણિતીના ઘરે રોશની થઈ
કરણ જોહર, સલમાનને આમંત્રણની અટકળો, પ્રિયંકા પણ ખાસ આવી શકે
મુંબઇ : પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈની વિધિ આવતીકાલ તા. ૧૩મીએ દિલ્હીમાં યોજાવાની છે. આ રોકા સેરિમનીમાં બોલીવૂડમાંથી કરણ જોહર અને સલમાન સહિત કેટલાક કલાકારોને આમંત્રણ અપાયું હોવાનું કહેવાય છે. કેટલાક અહેવાલો અનુસાર પ્રિયંકા ચોપરા પણ આ સગાઈમાં ઉપસ્થિત રહેવા ખાસ એક દિવસ માટે ભારત આવી શકે છે.
પરિણિતી અને રાઘવના વિવાહ દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત કપૂરથલા હાઉસમાં થવાના છે.
સગાઈ પહેલાં પરિણિતીના મુંબઈ ખાતેનું ઘરે રોશની કરવામાં આવી હતી. રોશનીથી ઝગમગી ઉઠેલી તેના ફલેટની બાલ્કનીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આ યુગલ ઓકટોબરના અંતમાં લગ્ન કરે તેવી શક્યતા છે. બન્નેને લગ્ન કરવાની કોઇ ઉતાવળ નથી. બન્ને પાસે વર્ક કમિટમેન્ટસ હોવાથી તે પૂરા કરીને પછી જ લગ્ન માટે કામમાંથી બ્રેક લેશે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/RjkcY9W
No comments:
Post a Comment