
- અનુષ્કા સાથે માનુષીને પણ આમંત્રણ
- મિસ વર્લ્ડ માનુષી બોલીવૂડમાં નિષ્ફળ પણ મોડેલિંગમાં જાણીતું નામ છે
મુંબઇ : આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અનુષ્કા શર્મા સાથે વધુ એક અભિનેત્રી માનુષી છિલ્લર પણ રેડ કાર્પેટ પર ઉતરશે.
આગામી તા. ૧૬ મેથી ૨૭મે સુધી આ ફેસ્ટીવલ યોજાવાનો છે.
અનુષ્કાને કેટ વિન્સલેટ સાથે સિનેમા જગતમાં પ્રદાન આપનારી નારીઓને સન્માનવા માટે આમંત્રણ અપાયું છે. માનુષી પણ રેડ કાર્પેટ પર એન્ટ્રી લેશે. કાન ફેસ્ટિવલમાં તેનું આ ડેબ્યૂ હશે.
માનુષી બોલીવૂડમાં તદ્દન નિષ્ફળ ગઈ છે. જોેકે, મિસ વર્લ્ડ હોવાને કારણે તેને મોડેલિંગના કોન્ટ્રાક્ટ મળતા રહે છે. કાન ફેસ્ટિવલમાં પણ તેને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના ભાગરુપે આમંત્રણ મળ્યું હોઈ શકે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3WijVrs
No comments:
Post a Comment