બાઇકનું સ્ટીયરિંગ પકડી નીચે પાડી પતિ-પત્ની ઉપર ચાકુથી હુમલો કર્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 13 May 2023

બાઇકનું સ્ટીયરિંગ પકડી નીચે પાડી પતિ-પત્ની ઉપર ચાકુથી હુમલો કર્યો

અમદાવાદ,શનિવાર

નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની તકરારની અદાવતમાં ત્રણ શખ્સોએ દંપતિ પર ઘાતક હુમલો કર્યો હતો જેમાં બાઇકનું સ્ટિયરીંગ પકડીને નીચે પાડી દીધા બાદ ચાકુથી હુમલો કરતા પતિ અને પત્ની ઘાયલ થયા હતા. આ સમયે પુત્ર છોડાવવા વચ્ચે પડતાં તેનું ગળુ પકડીને ધમકી આપી કે આજે તો બચી ગયા છો હવે પછી મળશો તો તને અને તારા પપ્પાને જાનથી મારી નાંખીશું. આ બનાવ અંગે નિકોલ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પુત્રનું ગળુ પકડી  ધમકી આપી કે આજે તમે બચી ગયા હવે પછી મળશો તો તેને અને તારા પપ્પાને જાનીથી મારી નાંખીશું

આ બનાવની વિગત એવી છે કે  નિકોલ વિસ્તારમાં રહેતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે ફરિયાદી તેમની પત્નીને બાઇક  ઉપર  બેસાડીને  પસાર થતા હતા. આ સમયે આરોપીઓએ બાઇકનું સ્ટિયરીંગ પકડીને બન્નેને નીચે પાડી દીધા હતા.અગાઉ થયેલી તકરારની અદાવત રાખીને ગાળો બોલીને ઝઘડો કરીને   યુવકને માર માર્યો હતો.

ત્યારબાદ ચાકુથી હુમલો કરતા હાથની કલાઇ ઉપર ઇજાઓ થઇ હતી બીજા શખ્સે ફેંટ મારતા આંખના ભાગે ઇજા થઇ હતી અને તેમની પત્ની છોડાવવા વચ્ચે પડતાં તેમના પેટના ભાગે ચાકુથી વાગ્યું હતુ  તેમ છતાં ફરિયાદીને પત્નીને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. બુમાબુમ થતાં  ફરિયાદીનો પુત્ર દોડી આવ્યો હતો અને  પુત્ર છોડાવવા વચ્ચે પડતાં તેનું ગળુ પકડીને ધમકી આપી કે આજે તો બચી ગયા છો હવે પછી મળશો તો તને અને તારા પપ્પાને જાનથી મારી નાંખીશું. આ બનાવ અંગે નિકોલ પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Gsh71w

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages