પરિવાર સૂતો રહ્યો અને મકાનમાંથી રૃા. ૯૧.૫૦૦ની ચોરી કરી થઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 27 May 2023

પરિવાર સૂતો રહ્યો અને મકાનમાંથી રૃા. ૯૧.૫૦૦ની ચોરી કરી થઇ

અમદાવાદ,શનિવાર

પૂર્વ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે, નરોલમાં શ્રમજીવી પરિવાર સૂતો હતો અને તસ્કરો મકાનમાંથી રોકડા રૃા. ૨૫૦૦૦ અને સોનાના દાગીના સહિત કુલ રૃા.૯૧.૫૦૦ની ચોરી કરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનોે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાળઝાળ ગરમીમાં શ્રમજીવી પરિવાર મીઠીં નિદર માણતો હતો અને તસ્કરો તિજોરીમાં રોકડ રૃ. ૨૫ હજાર સહિત દાગીના ચોરી ગયા

આ બનાવની વિગત એવી છે કે નરોલ વિસ્તારમાં બાગે કૌશર પાસે અલસબા સોસાયટીમાં રહેતા અને સિલાઇ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા  લઇક મોહમંદઅહેમદ શેખ (ઉ.વ.૨૭) નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૫ના રોજ પરિવાર સાથે રાતે મકાનમાં સૂતા હતા અને મધરાતે તસ્કરોેએ ત્રાટકીને તિજોરીમાંથી ચોરી કરી હતી. જેમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૃા. ૨૫,૦૦૦ મળી કુલ રૃા. ૯૧.૫૦૦ની  મતાની ચોરી કરી હતી.

 આ બનાવ અંગે નારોલ પોલીસે ચોરીનો ગુનો નોધી આસપાસના વિસ્તારમાં લગાડેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે વધુ તપાસ  હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોર અને લૂંટારુ ટોળકીનોે આતંક વધી રહ્યો છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/iG15Xzr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages