બિલ્ડર સુરેશ દુબે હત્યા કેસમાં ભાઈ ઠાકુર સહિત ત્રણ નિર્દોષ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 27 May 2023

બિલ્ડર સુરેશ દુબે હત્યા કેસમાં ભાઈ ઠાકુર સહિત ત્રણ નિર્દોષ


ટાડા કોર્ટના છેલ્લા કેસનો ચુકાદો જાહેર

૧૯૮૯ના આ કેસમાં સુપ્રીમે છ જણને જન્મટીપ બહાલ રાખી છે

મુંબઈ: બાંધકામ વ્યવસાયિક સુરેશ દુબેની નવ ઓક્ટોબર ૧૯૮૯ના રોજ સવારે સાડા દસ વાગ્યે નાલાસોપારા સ્ટેશન પર છથી સાત જણે ગોળીબાર કરીને હત્યા કરવાના કેસમાં  જયંત ઉર્ફે ભાઈ વિષ્ણુ ઠાકુર, દીપક ઠાકુર અને ગજાનન પાટીલને નિર્દોષ મુક્ત કરાયા છે.

આ પ્રકરણેે ૧૯૯૨માં ટાડા લાગુ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ કેસમાં ૧૭ આરોપીની ધરપકડ પણ કરાઈ હતી. ટાડા કોર્ટનો અખત્યાર પુણેની કોર્ટ પાસે હોવાથી ભારતનો આ છેલ્લો ટાડા કેસનો નિકાલ વિશેષ જજ સત્યનારાયણ નાવંદરે આપ્યો છે. આ કેસમાં 

વિરાર ખાતેના બાંધકામ વ્યવસાયિક સુરેશ દુબે હત્યા કેસ પુણેની ટાડા કોર્ટ આરોપેીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ સુરેશ દુબેની પુત્રીએ જણાવ્યું હતુ ંકે ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં અવાશે. દુબે પરિવાર છેલ્લા૩૪ વર્ષથી સુરેશ દુબે હત્યા કેસ બાબતે સંઘર્ષ કરી રહ્યો છે.

આ પૂર્વે આ કેસમા ંસુપ્રીમ કોર્ટે છ જણને જન્મટીપની સજા બહાલ રાખી છે.જેમાં  નરેન્દ્ર ભોઈર, જ્ઞાાનેશ્વર પાટીલ,ઉલ્હાસ રાણે, પેટ્રીક તુસ્કાનો, રાજા જાધવ અને માણિક પાટીલનો  સમાવેશ થાય છે.

દુબે હત્યા કેસમાં ૨૦૦૪માં ટાડાની વિવિધ કલમ હેઠળ અને આર્મ્સ એક્ટ કાયદા અનુસાર આરોપ ઘડવામાં અવાયા હતા. દરમ્યાન કોર્ટે ત્રણ જણની મુક્તી કરી  ?છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/GBzhacD

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages