દિલ્હી કોર્ટે રાહુલને 10 નહીં, 3 વર્ષ સુધીનો પાસપોર્ટ મેળવવા માટે પરવાનગી આપી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 26 May 2023

દિલ્હી કોર્ટે રાહુલને 10 નહીં, 3 વર્ષ સુધીનો પાસપોર્ટ મેળવવા માટે પરવાનગી આપી


- રાહુલનું સાંસદ પદ ગયા પછી તેઓએ ડીપ્લોમેટિક પાસપોર્ટ સરેન્ડર કર્યો તે પછી સામાન્ય પાસપોર્ટ માટેની અરજી કોર્ટે સ્વીકારી

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'સામાન્ય પાસપોર્ટ' મેળવવા માટે 'નો ઓબ્જેકશન સર્ટિફિકેટ' (એન.ઓ.સી.) મેળવવાની અરજી દિલ્હી કોર્ટે સ્વીકારી હતી. પોતાનો 'ડીપ્લોમેટિક પાસપોર્ટ' સરેન્ડર કર્યા પછી, સામાન્ય પાસપોર્ટ મેળવવા રાહુલ ગાંધીએ એન.ઓ.સી. માટે દિલ્હીની કોર્ટમાં અરજી કરી હતી. તેનો સ્વીકાર કરતા જજે રાહુલના વકીલને કહ્યું હતું કે, 'હું તમારા અસીલની માંગણી અંશત: સ્વીકારૃં છું' પરંતુ તે (સામાન્ય પાસપોર્ટ) માત્ર ૩ વર્ષ પૂરતો જ અમલી રહેશે.

તે સર્વવિદિત છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી 'નેશનલ હેરાલ્ડ' કેસમાં એક આરોપી છે. આ કેસ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ રજૂ કરેલી ફરીયાદને પગલે રાહુલ ગાંધી ઉપર કરવામાં આવ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/cXwh12F

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages