
- વેબ સીરીઝમાં એક્ટિંગની ટીકા થઈ હતી
- નસીરુદ્દિન શાહના પુત્ર વિવાન સાથે 'યુ શેપ કી ગલી' માં લીડ હિરોઈન તરીકે પસંદગી
મુંબઇ : ભાગ્યશ્રીની દીકરી અવંતિકા દાસાનીને બોલીવૂડમાં તેની પહેલી ફિલ્મ મળી છે. 'યુ શેપ કી ગલી' નામની રોમેન્ટિક ફિલ્મમાં તે નસીરુદ્દિન શાહના પુત્ર વિવાનની હિરોઈન તરીકે દેખાશે.
વિવાનના પાત્રનું નામ આ ફિલ્મમાં હરિયા છે. જ્યારે અવંતિકાનું નામ શબનમ છે. આ ફિલ્મમાં અભિનેતા જાવેદ જાફરીની પણ ભૂમિકા હશે.
આ રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મનું દિગ્દર્શન દિગ્દર્શન અવિનાશ દાસનું છે. તેણે સ્વરા ભાસ્કર સાથે 'અનારકલી ઓફ આરા' ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું શૂટિંગ લખનૌમાં શરુ થઈ ગયું છે.
અવંતિકા અગાઉ 'મિથ્યા' નામની વેબસીરીઝમાં દેખાઈ હતી. તેમાં તેની એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરીની બહુ ટીકા થઈ હતી. પરંતુ , બોલીવૂડમાં ભાગ્યશ્રીના સંપર્કોના કારણે એક સ્ટાર કિડ તરીકે તેને આ ફિલ્મ મળી ગઈ છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/a6dzCLT
No comments:
Post a Comment