બે દિવસમાં 25 લાખના સવા કરોડ થઈ જશે કહી છેંતરપિંડી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 6 May 2023

બે દિવસમાં 25 લાખના સવા કરોડ થઈ જશે કહી છેંતરપિંડી


નાગપુરમાં રોકાણ યોજનાના નામે ઠગાઈ

બે દિવસ પછી હાથ અદ્ધર કરી દીધાઃ ત્રિપુટી સામે ફરિયાદ દાખલ,  એક આરોપી ઝડપાયો

મુંબઇ: ઇન્વેસ્ટમેન્ટ સ્કેમના બહાને નાગપુરમાં રૂા.પચ્ચીસ  લાખની છેતરપિંડી કરવાના આરોપસર ત્રણ જણ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. એમ પોલીસે જણાવ્યું હતું.

મધ્યપ્રદેશના બાલાઘાટમાં રહેતા ફરિયાદીને આરોપીને મની ડબલિંગ સ્કેમમાં રૂા.૨૫ લાખનું રોકાણ કરવા કહ્યું હતું. આ રકમ પર બે દિવસમાં રૂા.સવા કરોડનું વળતર આપવાનું વચન આપ્યું હતું.

ફરિયાદીએ બે દિવસ પછી આરોપીનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેમણે ટાળવાનું શરૂ કર્યું હતું. તેને જુદા જુદા કારણ બતાવ્યા હતા. અને ધમકી આપી હતી.

આ મામલે ૪૨૦ અને અન્ય કલમ  હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીને પકડીને વધુ તપાસ આદરી છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/AVHoGh1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages