લગ્નનો વરઘોડો જોવા ઉભેલા સગીરને આડેધડ ચાકુના ઘા મારતા સારવાર હેઠળ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 6 May 2023

લગ્નનો વરઘોડો જોવા ઉભેલા સગીરને આડેધડ ચાકુના ઘા મારતા સારવાર હેઠળ

અમદાવાદ,શનિવાર

રખિયાલમાં લગ્નના વરઘોડામાં યુવકને ચાકુના ઘા માર્યાના બનાવ બાદ ઠકકનગર વિસ્તારમાં લગ્નના વરઘોડો જેવો ઉભેલા સગીરને ચાકુના ઘા માર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીર ગઇકાલે મોડી રાતે ફોઇને દિકરાને મૂકી જતો હતો આ સમયે ઠક્કનગર બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા શખ્સે સગીરને આડેધડ ચાકુના ઘા મારીને લોહી લુહાણ કરી મૂક્યો હતો. હાલમાં તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વરઘોડામાં સામેલ  શખ્સે હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડયો, સગીરને માથામાં દસ ટાંકા આવ્યા

આ બનાવની વિગત એવી છે કે  કૃષ્ણનગર વિસ્તારમાં હારીવાડી પાસે વિસતનગરના છાપરામાં રહેતા અને રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા પ્રવીણભાઇ કાંતિભાઇ પટણી (ઉ.વ.૪૪)એ  કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે મોડી રાતે તેમની બહેનના દિકરાને મૂકવા માટે તેમનો ૧૭ વર્ષનો પુત્ર ગયો હતો, તેને મૂકીને ઘરે પરત આવતો હતો. આ સમયે ઠક્કરનગર બસ સ્ટેન્ડ પાસેથી લગ્નનો વરઘોડા  પસાર થઇ રહ્યો  હતો.

જેથી સગીર વરઘડીયા નાચતા હોવાથી જોવો ઉભો હતો આ સમયે કોઇક અજાણી વ્યકિતે આવીને સગીને માથામાં તથા કમરના ભાગે આડેધડ ચાકુના ઘા મારીને લોહી લુહાણ કરી દીધો હતો જો કે કોઇક અજાણી વ્યકિત સગીરને તેના ઘરે લઇ જતાં પ્રથમ સારવાર માટે શારદાબહેન બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું ઓપરેશ કરીને માથામાં દસ ટાંકા લીધા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/DM4jlSK

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages