અમદાવાદ,સોમવાર
પૂર્વ વિસ્તારમાં ચોર અને લૂંટારુ ટોળકી બેફામ બનીને તરખાટ મચાવી રહી છે, ઠક્કરનગર પાસે આવેલી સિરામિકની દુકાનમાં ધાબા પરના શેડ તોડીને અંદર પ્રવેશીને દુકાનમાંથી રોકડા રૃા. ૫૦ હજારની ચોરી કરી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ધાબા ઉપરથી દુકાનમાં પ્રવેશીને ગલ્લામાંથી વકરાના રૃપિયા ચોરી લીધા ઃ જાણભેદુ હોવાની આશંકા આધારે પોલીસે તપાસે આરંભી
આ કેસની વિગત એવી છે કે નિકોલ વિસ્તારમાં ઉત્તમનગર પાસે સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અનેઠક્કરનગર પાસે કલાસાગર કોમ્પલેક્ષમાં મહાવીર સ્ટોન સિરામિક નામનીથી ટાઇલ્સ તથા મારબલનો વ્યવસાય કરતા લાલસીંગ તેજસિંગ રાજપૂત (ઉ.વ.૪૮)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા.૨૯ના રોજ સાંજે દુકાને વસતી કરીને ગયા હતા બીજા દિવસે ગઇકાલે સવારે આવીને દુકાન ખોલીને ધંધો કરતા હતા.
દરમિયાન બપોરે ગલ્લો ખોલીને જોયું તો અંંદર મૂકેલા વકરાના રોકડા રૃા. ૫૦ હજારની ચોેરી થઇ હોવાની જાણ થઇ હતી જેથી દુકાનમાં તપાસ કરતાં ધાબા ઉપર પતરાનો શેડ તૂટેલો હતો ત્યાંથી આરોપીઓ દુકાનમાં પ્રવેશ્યા હતા અને ચોરી કરીને નાસી ગયા હતા. પોલીસે ગુનો નોંધીને સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુ હોવાની શંકા આધારે તપાસ શરુ કરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Jqjza8S
No comments:
Post a Comment