અમદાવાદ,સોમવાર
પૂર્વ વિસ્તારમાં અકસ્માતે મોત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે, ઓઢવમાં ગઇકાલે રાત્રે યુવક પરિવાર માટે આઇસ્ક્રીમ લેવા માટે ગયો હતો જ્યાં પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે ટકકર મારતા સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું, આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોેંધી સીસીટીવી ફૂટેજ આધારે ફરાર કાર ચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે ટક્કર મારતા યુવક રોડ ઉપર ઢસડાયો બે હોસ્પિટલમાં લઇ જવા છતાં બચી ન શક્યો
આ બનાવની વિગત એવી છે કે ઓઢવ વિસ્તારમાં આંજણા ચોક ચામુંડાનગર પાસે ન્યું રામરાજ્ય નગરમાં રહેતા અનિલભાઇ મહારાજસિંહ કુશવાહ (ઉ.વ.૨૫) ગઇકાલે રાતે ૧૦ વાગે પરિવાર માટે આઇસ્ક્રીમ લેવા માટે જતા હતા આ સમયે ઓઢવ વિરાટનગર પામ હોટલ પાસે બાપા સીતારામ મઢુલી નજીક પૂર ઝડપે આવી રહેલી કારના ચાલકે યુવકના મોપેડને ટક્કર મારી હતી.
જેથી યુવક રોડ ઉપર પટકાયો હતો અને રોડ ઉપર ઢસડાયો હતો જો કે અકસ્માત સર્જીને કાર લઇને આરોપી નાસી ગયો હતો. યુવકને ગંભીર હાલતમાં પ્રથમ શારદીબહેન હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.ે આ ઘટના અંગે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/NrtiaxA
No comments:
Post a Comment