ઐશ્વર્યા ફિલ્મોમાં કામ કરવા માટે પોતાની મરજીની માલિક: અભિષેક - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 April 2023

ઐશ્વર્યા ફિલ્મોમાં કામ કરવા માટે પોતાની મરજીની માલિક: અભિષેક


- પત્નીને પોતાની પરવાનગીની જરૂર નહિ હોવાનું જણાવ્યું

- એક ચાહકે અભિષેકને કહ્યું કે ઐશ્વર્યાને વધુ ફિલ્મો સાઈન કરવા દો અને તમે આરાધ્યાની સંભાળ રાખો

મુંબઈ: અભિષેક બચ્ચને સાફ જણાવ્યું છે કે ઐશ્વર્યા ફિલ્મો સાઈન કરવાની બાબતે પોતાની મરજીની માલિક છે અને તેને મારા તરફથી પરવાનગીની જરુર નથી. 

ઐશ્વર્યાની 'પોન્નિઈન સેલ્વન' ફિલ્મનો બીજો ભાગ તાજેતરમાં રજૂ થયો છે.  અભિષેકે તેમાં પત્નીની ભૂમિકાની પ્રશંસા કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી. તેના જવાબમાં એક ચાહકે અભિષેકને કહ્યંે હતું કે જો એવું જ હોય તો તમે ઐશ્વર્યાને વધારે ફિલ્મો સાઈન કરવા દો અને તમે આરાધ્યાની સંભાળ રાખો. 

આ ચાહકને ત્વરિત જવાબ આપતાં અભિષેકે કહ્યું હતું કે ઐશ્વર્યાને ફિલ્મો સાઈન કરવા દો એવી વાત જ અસ્થાને છે. તેને કશું પણ કરવું હોય તો તેમાં મારી પરવાનગી લેવાની જરુર જ નથી. ખાસ કરીને પોતાને ગમતી બાબતોમાં તો નહિ જ. અભિષેકનો આ જવાબ વાયરલ થયો છે અને લોકો તેની મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્યા છે. 

ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલાં ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવ સર્જાયો હોવાની અફવા બોલીવૂડમાં ચર્ચાતી થઈ હતી. 

જોકે ,અભિષેકે બાદમાં એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઐશ્વર્યા માટે લાગણી દર્શાવી આ અફવાઓને શાંત પાડી હતી. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/zqVN9Ts

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages