નવા સંસદભવનના સ્મરણ તરીકે રૂ. 75નો સિક્કો બહાર પડાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 26 May 2023

નવા સંસદભવનના સ્મરણ તરીકે રૂ. 75નો સિક્કો બહાર પડાશે


- તેનો વ્યાસ 44 મી.મી.નો રહેશે તેમાં 50 ટકા રૂપું 40 ટકા ત્રાબું 5 ટકા નિકલ તથા ૫ ટકા જસત હશે

નવી દિલ્હી : નવા સંસદભવનનાં ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂ. ૭૫નો સિક્કો બહાર પાડવાના છે. આ માહિતી આપતા વિત્ત મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું હતું કે આ સિક્કો ૪૪ મી.મી.ના વ્યાસનો રહેશે તેમાં ૫૦ ટકા રૂપું, ૪૦ ટકા ત્રાબુ, ૫ ટકા નિકલ તથા ૫ ટકા જસત હશે.

આ સિક્કાની એક બાજુએ અશોક સ્તંભ છપાયેલો હશે જેની નીચે ૭૫ છાપેલું હશે. તેની જમણી બાજુ હિન્દીમાં અક્ષરોમાં 'પંચહત્તર રૂપિયે' તેમ લખ્યું હશે. જ્યારે ડાબી બાજુ અંગ્રેજી લિપિમાં 'રૂપીઝ સેવન્ટી ફાઈવ' છાપવામાં આવશે.

આ સિક્કાની પાછળની બાજુએ નવા સંસદભવનની છાપ હશે. તેમાં ઉપરની બાજુએ હિન્દીમાં 'સંસદ સંકુલ' લખેલું હશે, જ્યારે નીચેની બાજુએ અંગ્રેજીમાં 'પાર્લામેન્ટ હાઉસ' તેમ છાપવામાં આવશે.

આ સિક્કાઓ કોલકત્તા સ્થિત 'ટંકશાળ'માં છાપવામાં આવશે.

યાદ રહે કે ટંકશાળ હંમેશા કેન્દ્ર સરકારના વિત્ત મંત્રાલય હસ્તક જ હોય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/dyPaVJ0

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages