નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન મોદી જ કરશે, સુપ્રીમે અરજી ફગાવી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 26 May 2023

નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન મોદી જ કરશે, સુપ્રીમે અરજી ફગાવી


- સુપ્રીમ કોર્ટે અરજદારની ઝાટકણી કાઢી, દંડની ચેતવણી આપી

- નવું સંસદ ભવન દરેક ભારતીયનું ગૌરવ વધારશે : મોદી, લોકોને 'માય પાર્લામેન્ટ માય પ્રાઈડ' સાથે વીડિયો શૅર કરવા અપીલ 

- પીએમ મોદીના હસ્તે સંસદ ભવનના ઉદ્ઘાટન મુદ્દે 21 પક્ષોના વિરોધ વચ્ચે 25 પક્ષોએ કેન્દ્રનું આમંત્રણ સ્વીકાર્યું

નવી દિલ્હી : નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે કરાવવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. સુપ્રીમે અરજદારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, હવે આવી અરજી ફરીથી કરશો તો દંડ ફટકારવામાં આવશે.  આ સાથે નવા સંસદ ભવનનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ થશે તે બાબત નિશ્ચિત થઈ ગઈ છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, નવું સંસદ ભવન પ્રત્યેક ભારતીયને ગૌરવ અપાવશે. આ સાથે તેમણે ટ્વિટર પર નવા બંધાયેલા ભવનનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હસ્તે કરવાનો વિરોધ કરતાં થયેલી અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જેકે માહેશ્વરી અને પીએસ નરસિંહાની બેન્ચે જણાવ્યું હતું કે અમને ખબર છે કે આ અરજી શા માટે કરવામાં આવી છે. તેમણે અરજદારને સવાલ કર્યો કે અંતે આનાથી કોનું હિત થવાનું છે? આવી અરજીઓની સુનાવણી કરવી અમારું કામ નથી.

સુપ્રીમ કોર્ટના વકીલ જયાસુકિને ગુરુવારે અરજીમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કેન્દ્રને નિર્દેશ આપે કે નવા સંસદ ભવનનું ૨૮મીએ ઉદ્ધાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે કરવું જોઈએ. લોકસભા સચિવાલયે ઉદ્ધાટનમાં રાષ્ટ્રપતિને આમંત્રિત નહીં કરીને બંધારણનો ભંગ કર્યો છે.

સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી અરજદાર જયાસુકિને અરજી પાછી ખેંચવા મંજૂરી માગી હતી. પરંતુ કેન્દ્ર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, અરજદાર અહીંથી અરજી પાછી ખેંચ્યા પછી હાઈકોર્ટ પણ જઈ શકે છે. આ સંદર્ભમાં જયાસુકિને ખાતરી આપી કે તેઓ હાઈકોર્ટમાં અરજી નહીં કરે. તેઓ નથી ઈચ્છતા કે આ અરજી રદ થાય, કારણ કે તેનાથી સરકારને આ પ્રકારના ઉદ્ધાટનો કરવાનું સર્ટિફિકેટ મળી જશે. અંતે સુપ્રીમે આ અરજી નકારી કાઢી હતી.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતુ ંકે, નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે. તેમણે નવા સંસદ ભવનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો. તેમણે લોકોને 'માય પાર્લામેન્ટ માય પ્રાઈડ' હેશટેગનો ઉપયોગ કરતા પોતાના 'વોઈસ ઓવર' સાથે વીડિયો શૅર કરવા પણ આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ વીડિયો નવા સંસદ ભવનની ઝાંકી પૂરી પાડે છે. નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રવિવારે થવાનું છે. આ સમારંભની શરૂઆત સવારે ૭.૦૦ વાગ્યે પૂજા-હવન અને સર્વધર્મ પ્રાર્થના સાથે થશે.

ત્યાર પછી વડાપ્રધાન મોદી લોકસભામાં ઔપચારિક ઉદ્ધાટન કરશે. ઉદ્ધાટન સમારંભમાં ૨૫ પક્ષોએ હાજર માટે કેન્દ્ર સરકારનું આમંત્રણ સ્વીકાર્યું છે. આ ૨૫માંથી ૭ પક્ષો એનડીએ સિવાયના છે જ્યારે ૨૦ વિરોધ પક્ષોએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ શૅર કરેલા વીડિયોમાં લોકસભા અને રાજ્ય સભા સહિત નવા સંસદ ભવનના બહાર તથા અંદરના ભાગોની ઝાંકી દર્શાવાઈ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/LrRyhpM

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages