
- કોંગ્રેસ ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે
- દારૂ કૌભાંડમાં એજાજના ઘર ઉપર દરોડા, તે પૂર્વે તેના ભાઈ અન્વર ઢેબરની ધરપકડ થઈ હતી
રાયપુર : છત્તીસગઢના પાટનગર રાયપુરના મેયર એજાજ ઢેબરનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ તેમ કહેતા દેખાય છે કે, ''અમારા ૧૧ નકસલી શહીદ થઈ ગયા છે. તે કારણસર અમે જન્મ દિવસ ઉજવ્યો નથી.''
વાસ્તવમાં એજાજ ઢેબર મીડીયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેઓએ આ બફાટ કરી નાખ્યો હતો જેમાં તેઓએ ૧૧ પોલીસ કર્મચારીઓને ૧૧ નકસલીઓ કહી દીધા હતા.
તે સર્વવિદિત છે કે છત્તીસગઢનાં અસામાન્ય દારૂ કૌભાંડ સંદર્ભે ઈડીએ એજાજ ઢેબરનાં ઘરે આજે સવારે દરોડો પાડયો હતો, અને તેના ભાઈ અન્વર ઢેબરની ગઈકાલે (રવિવારે) ધરપકડ પણ થઈ હતી, ઈડીએ આ ધરપકડ કર્યા પછી અનવર ઢેબરની પૂછપરછ પણ શરૂ કરી દીધી છે. તેવામાં એક જવાબદાર નેતા તરીકે રહેલા એજાજ ઢેબરનાં ઘરે પણ ઈડી દ્વારા પડાયેલા દરોડાથી કોંગ્રેસ ભારે મુશ્કેલીમાં આવી ગઈ છે.
તેવામાં એજાજનો વિડીયો સોશ્યલ મીડીયા પર શેર થઈ જતાં લોકો ભાત-ભાતની ટીકાઓ કરી રહ્યા છે તો કેટલાક આ મુદ્દાને કેન્દ્રમાં રાખી કોંગ્રેસ ઉપર નિશાન સાધી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yrh079b
No comments:
Post a Comment